ઉત્તરાખંડ,
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બે જગ્યાએ વાદળ ફાટવાથી આઇઆરએસની ટીમ રાહત બચાવના કામ પર લાગી ગઈ છે. ચમોલીના ઘાટ અને થરાલી બ્લોકના ધારડંબગડમાં સોમવારે સવારે ૩:00 વાગ્યે વાદળ ફાટવાથી 10 દુકાનો, ૩ બુલેરો, 1 મેક્સ, 2 કાર, 4 બાઈક પાણીમાં તણાઈ ગયાની ચૂચના મળી છે.
જિલ્લા અધકારી આશિષ જોશીએ બધા જિલ્લા સ્તરીય આઈઆરએસ ટીમને અધિકારોઓ સાથે સવારે 4:00 વાગે ઈમરજન્સી ઓપરશન સેન્ટરમાં મિટિંગ બોલાવીને થરાલી આઈઆરએસટીમને તુરંત જ રાહત બચાવની કામગીરી માટે રવાના કરી દીધી હતી.
ઘાટીમાં વાદળ ફાટવાથી કુંડી ગામના 5 પરિવાર બેઘર થઇ ગયા અને ગૌશાળા દબાઈ ગયાની પણ ચૂચના મળી છે. બીજીબાજુ ચટવાપીપલ પાસે કાદવ કીચડ આવી જવાથી રોડ બંધ ગઈ ગયો છે.ડીએમ રેસ્ક્યુટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને કહ્યું કે જરૂર પડશે તો એનડીઆરએફને મોકલવામાં આવશે.