રાજય માં કોરોના ની બીજી લહેર ખુબ જ ભયાનાક જોવા મળી હતી. જે અંતર્ગત અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા તેમજ લાખો લોકો ના મૃત્યુ પણ થયા હતા . સરકાર દ્વારા આ લહેર ને નિયંત્રણમાં લાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે .જે અંતર્ગત સમગ્ર દેશ માં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે .જેથી બધા જીલ્લાઓ માં આ અભિયાનને વેગ આપવામાં આવશે . ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા ધાર્મિક સ્થળો પર વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે .જે અંતર્ગત અમદાવાદ માં કાલુપુર રેલવે સ્ટેશન માં લોકો વેક્સિન લેતા થાય તે પ્રયાસે વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયું છે.
કાલુપુર રેલવે સ્ટેશન ખાતે 22 જૂને વેક્સિનેશન સેન્ટર શરૂ કર્યું હતું. જેમાં રેલવે સ્ટાફ. સફાઈ કર્મચારી. વેન્ડર અને મુસાફરોને રસી મળે તેવું આયોજન કરાયું છે. જે આયોજનના ભાગ રૂપે 22 જૂનથી 25 જૂન એટલે કે ચાર દિવસમાં 578 લોકોએ વેકસીન લીધી.
એટલું જ નહીં પણ રેલવે કર્મચારીઓ વેકસીન લે માટે રેલવે DRM એ કાલુપુર રેલવે સ્ટેશન પરિવાર સાથે આવી રસી લીધી હતી. જેથી કર્મચારીઓને મોટિવેશન મળે અને તેઓ રસી લેતા થાય. તો સાથે કર્મચારીઓ અને લોકો વેકસીન લે માટે રેલવે સ્ટેશન પર સતત એનાઉન્સમેન્ટ પણ કરી લોકોને જાગૃત કરવાના પણ પ્રયાસો કરાઈ રહ્યા છે.
મહત્વનું છે કે અમદાવાદ રેલવે મંડળમાં 15 હજાર જેટલા કર્મચારી છે. જ્યારે 250 જેટલા કુલી છે. જેમાં 70 ટકા ઉપર લોકોએ વેકસીન લઈ લીધી છે. તો અન્ય જે લોકો બાકી છે તેઓને વેકસીન આપવાના પ્રયાસ ચાલુ છે. તો સાથે મુસાફરો ટ્રેનમાંથી ઉતરીને કે જતા તરત રસી લે તેવું આયોજન કર્યું છે. આ પ્રકારનાં પ્રયાસથી વધુમાં વધુ લોકો રસી લે અને સુરક્ષિત બની શકે છે.
જોકે બીજી તરફ શહેરમાં કેટલાક સ્થળે વેક્સિનેશન ડોઝ ખૂટતા રસીકરણ કેન્દ્ર બંધ હાલતમાં જોવા મળ્યા. તો કેટલાક સ્થળે ભીડ જોવા મળી તો ક્યાંક કોવિડ નિયમ ભંગ પણ જોવા મળ્યા. ત્યારે આ તમામ પ્રક્રિયા વચ્ચે યોગ્ય વ્યવસ્થાની પણ માગ ઉઠી છે જેથી વધુમાં વધુ લોકો ઝડપી વેક્સિન મેળવી પોતાની સાથે શહેર અને રાજ્ય અને દેશને સુરક્ષિત બનાવી શકે.