Rajkot/ RMC વેક્સિનેશન માટે સજ્જ ,કાલે વધુ 9 સહિત કુલ 14 સ્થળો પર વેક્સિનેશન ડ્રાયરન,

સમગ્ર દેશ કોરોના વેક્સીનની પ્રતીક્ષા કરી રહ્યો છે. જુદી જુદી મેડીકલ ટીમો દ્વારા કોરોના વેક્સીનને લઈને ટ્રાયલ ચાલી રહી છે. ખુબ જ ટૂંકા સમયમાં કોરોના વેક્સીન સમગ્ર વિશ્વમાં આવાની તૈયારીઓ

Gujarat
1

સમગ્ર દેશ કોરોના વેક્સીનની પ્રતીક્ષા કરી રહ્યો છે. જુદી જુદી મેડીકલ ટીમો દ્વારા કોરોના વેક્સીનને લઈને ટ્રાયલ ચાલી રહી છે. ખુબ જ ટૂંકા સમયમાં કોરોના વેક્સીન સમગ્ર વિશ્વમાં આવાની તૈયારીઓ જણાઈ રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સીન આવ્યા પહેલા સંપૂર્ણ તૈયારીના ભાગરૂપે અગાઉ પાંચ સ્થળોએ મોકડ્રીલ (ડ્રાય રન) કર્યા બાદ આવતીકાલે તા.8ના રોજ વધુ નવ સ્થળોએ આરોગ્ય શાખા દ્વારા મોકડ્રીલ (ડ્રાય રન)નું આયોજન કરવામાં આવ્યું છે.

Love jihad case / લવ જેહાદના કિસ્સા સામે ગૃહમંત્રીની લાલ આંખ જ્યારે સરકારના ના…

ફાઇનલ વેક્સિનેશન સમયે ઉદ્દભવતા પ્રશ્નોનો પહેલાથી જ નિરાકરણ કરી શકાય તે હેતુથી શહેરમાં વેક્સિનેશન ડ્રાય યોજવામાં આવી રહી છે, આ આયોજન દ્વારા ડોક્યુમેન્ટ સંબંધી અથવા સોફ્ટવેર સંબંધી પ્રશ્નોનો નિરાકરણ કરી શકાય તેમજ આવનારા દિવસોમાં કોરોનાની વેક્સીન આપવાની થાય ત્યારે વધારે સારી રીતે અમલીકરણ કરી શકાય તે પ્રકારનો મહાનગરપાલિકાના પદાધિઅધિકારીઓ આશા રાખી રહ્યા છે. જે કારણે ગઈ કાલે ચાર સ્થળો પર ડ્રાયરનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વધુ નવ સ્થળોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જ્યાં આવતીકાલે ડ્રાયરન યોજવામાં આવશે.

launching / ડબલ ડેકર કન્ટેઇનર ધરાવતી વિશ્વની સૌથી લાંબી ગુડ્ઝ ટ્રેનને PM…

રાજકોટ શહેરના વધુ 9 સ્થળોને પ્રાઇમરી વેક્સીન આપવા અંગે પસંદગી કરવામાં આવી છે, જેમાં વોકહાર્ટ હોસ્પિટલ, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, શાળા નં. 61 (6) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, શાળા નં. 43 અને કોઠારી નિદાન કેન્દ્ર – રોટરી ભવન ખાતે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની મેડીકલ ટીમ દ્વારા મોકડ્રીલ યોજાશે.મોકડ્રીલ (ડ્રાય રન) દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા જુદી જુદી જગ્યાએ એક સમાન રીતે કામગીરી કરવામાં આવશે. જેમાં મેડીકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, UHC એમ.ઓ., કોવીડ એમ.ઓ., સ્ટાફ નર્સ, ડી.ઈ.ઓ. અને એમ.પી.એચ. ડબલ્યુ. હાજર રહેશે.

WASTE / ઇ વેસ્ટ કલેક્શન બાદ રીસાયકલનો નવો અભિગમ: નિકાલ, નિવારણ સાથે …

મનપા દ્વારા એકત્ર કરાયેલ ડેટા પ્રમાણે આરોગ્ય કર્મચારીઓને બોલાવવામાં આવશે, પસંદગી કરાયેલ 9 સ્થળોએ ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવશે પ્રથમ વેઇટિંગ રૂમ, દ્વિતીય વેક્સીનેશન રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશન રૂમ, જેમાં પ્રથમ રૂમમાં આવનાર વ્યક્તિના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે અને વ્યક્તિએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે. દ્વિતીય રૂમમાં વેક્સીન આપવાની પ્રક્રિયા અને ખાસ બનાવેલ co-win સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે અને ત્યારબાદ ત્રીજા રૂમમાં વેક્સીન લેનારને 30 મીનીટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને ત્યાં પણ વ્યક્તિએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત ઓબ્ઝર્વેશન રૂમ-૩-વેક્સીન આપ્યા બાદ 30 મીનીટ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે,SMSનું પાલન(S-સેનીટાઈઝ, M-માસ્ક,S-ફીઝીકલ ડિસ્ટન્સ) વેક્સીનેશન રૂમ-૨વેક્સીન આપવી,ખાસ બનાવેલ co-win સોફ્ટવેરમાં એન્ટ્રી,વેઇટિંગ રૂમમાં-ડોક્યુમેન્ટ ચકાસણી-SMS નું પાલન સહિતની તકેદારી સાથે કઈ રીતે આયોજન કરવું તે અંગે એક નાટ્યાત્મક રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…