- જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ઝટકો
- પન્નાબેન ભટ્ટ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર
- કુલ 36માંથી અવિશ્વાસને 30 સભ્યોનું સમર્થન
- ભાજપના 14 અને કોંગ્રેસના 16 સભ્યોનું સમર્થન
- પંચાયતમાં કોગ્રેસ- 22, ભાજપ-14 સભ્યો
- પોલીસ સરક્ષણમાં કરવામાં આવી સભાની કાર્યવાહી
વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું. જિલ્લા પંચાયતનાં કોંગ્રેસનાં પ્રમુખ પન્નાબેન ભટ્ટ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી. અવિશ્વાસની દરખાસ્તમાં 30 સભ્યોએ સમર્થન આપતા પન્નાબેન ભટ્ટની ખુરશી છીનવાઈ ગઈ છે.
પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તના મામલે કોંગ્રેસના 11 બળવાખોર સભ્યો બસમાં જિલ્લા પંચાયત પહોંચ્યા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે સભાની કામગીરી ચાલુ કરવામા આવી છે. પન્નાબેન ભટ્ટ દ્વારા ડી.ડી.ઓને રાજીનામુ આપવામા આવ્યું નથી. સભામાં અવિશ્વાસની દરખાસ્ત મામવે કાર્યવાહી કરવામા આવી હતી
કોંગ્રેસમાં અંદર અંદરનો ઝગડો ગજાગ્રહ પર આવી ગયો અને સભ્યો દ્વારા જીલ્લા પંચાયતનાં કોંગ્રેસનાં પ્રમુખ સામે આવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. મોકો જોઇને બેઠેલા વિરોધ પક્ષ ભાજપે નવા પ્રમુખને સમર્થન આપ્યું હતું. ત્યારે હું નહી, તો તું પણ નહીનાં ઘોરણે ભાજપ દ્વારા સમર્થીત કોંગ્રેસનાં બળવાખોરોમાંથી જિલ્લા પંચાયતનાં નવા પ્રમુખ બનશે.
મહત્વનું છે કે, વડોદરા જિલ્લા પંચાયતમાં કુલ 36 સભ્યો છે. જેમાં કોંગ્રેસનાં કુલ 22 અને ભાજપનાં 14 સભ્યો સામેલ છે. હાલ વડોદરા જીલ્લા પંચાયત ખાતે કોંગ્રેસ ને મોટો ઝટકો જોવા મળતા પ્રમુખ પન્નાબેન ભટ્ટ સામે 36 સભ્યો માંથી 30 સભ્યોએ વિરુધમાં મત આપતા પન્નાબેને ખુરસી ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે ભાજપ અને કોંગ્રેસ માંથી પંચાયત પર કોણ કબજો જમાવશે
હવે આગામી દિવસમાં કોંગ્રેસના જ બાગી સભ્યને પ્રમુખ બનાવી દેવામાં આવે છે કે પછી ભાજપ ધોબીપછાડ આપી સત્તા આચકે છે તે જોવાનું રહ્યું છે. જો કે, જીલ્લા પંચાયતનાં કોંગ્રેસનાં સભ્ય અને ઉપપ્રમુખ એમ આઈ પટેલે જણવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ કોંગ્રેસનાં જ પ્રમુખ બનશે અને ભાજપ સત્તા આંચકે તે વાત માં દમ નથી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન