વડોદરા,
ગરબા મહોત્સવોમાં પાલિકાનાં આરોગ્ય વિભાગનાં દરોડા પડતા આયોજકોમાં ખળભળાટ મચી ગયો છે.ત્યારે વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા ગરબાનાં સ્ટોલ્સમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરાયું હતું. ખાણીપીણીની અખાદ્ય વસ્તુઓની ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી. કલાનગરી, યુનાઇટેડ વે અને માં શક્તિ ગરબામાં કાર્યવાહી કરવામાં આવી હતી. ઘણીવાર મોટાં ગરબામાં ખેલૈયાઓનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોય છે.
ત્યારે કલાનગરી ગરબામાંથી અખાદ્ય નાસ્તાનો જથ્થો ઝડપાયો હતો. સમોસા,ચટણી, ફ્રૂટ્સ સહિત 40 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો હતો. અન્ય ગરબા ગ્રાઉન્ડોમાં પણ ચેકીંગની કાર્યવાહી ચાલુ છે.