વડોદરાના ધંધુકામાં 3જી જાન્યુઆરીએ થયેલા હત્યાકાંડના પડઘા હજુ પણ વિસ્તારમાં સંભળાઈ રહ્યા છે. કિશન ભરવાડ નામના યુવકની વિધર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ બાદ રાજ્યભરમાં વિરોધના અવાજો ઉઠી રહ્યા છે. સરકારે એટીએસને તપાસ સોંપી છે અને સુરક્ષા એજન્સીઓએ આ કેસમાં મૌલાના સહિતના આરોપીઓની ધરપકડ કરી છે, જેમના વાયર દિલ્હી અને પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે વડોદરા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ વિનોદ શાહની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળ મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું.
અહીં રસપ્રદ બાબત એ છે કે કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ કિશન ભરવાડની હત્યામાં સંડોવાયેલા તત્વોના એન્કાઉન્ટરની માંગણી સાથે અનોખી રીતે પોલીસ મથકે પહોંચ્યા હતા. રસ્તા પર ફરતી વખતે તે પોતાના સમર્થકો સાથે અર્ધ નગ્ન અવસ્થામાં રોડ ઉપર આળોટતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સ્થાનિક કોંગ્રેસના આ આશ્ચર્યજનક કાર્યક્રમને લઈને શહેરમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે કિશન ભરવાડ હત્યાના સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર હત્યારાને કડક સજા આપવાની માંગ કરવામાં આવી રહી છે. ગુજરાત સહિત દેશમાં ચર્ચાનો વિષય બનેલ કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસની ટીમ આક્રમક કાર્યવાહી કરી રહી છે. હત્યા સાથે સંકળાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 10 લોકો એટીએસના હાથે લાગ્યા છે. જેમાં બે મૌલાના પણ સામેલ છે.
ગુપ્ત નવરાત્રિ / 3જી ફેબ્રુઆરીએ શુભ યોગમાં દેવી પાર્વતીની પૂજા કરો અને આ કાર્યથી ઘરમાં સુખ, સમૃદ્ધિ જળવાઈ રહેશે
આસ્થા / ભગવાન ગણેશની પીઠના દર્શન કેમ ન કરવા જોઈએ
ગુપ્ત નવરાત્રી / ગુપ્ત સિદ્ધિઓ મેળવવા માટે ગુપ્ત નવરાત્રિમાં આ 10 મહાવિદ્યાઓની કરો પૂજા
ગુપ્ત નવરાત્રી / બુધાદિત્ય યોગમાં શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, આ 9 દિવસોમાં કયો દિવસ રહેશે શુભ
Life Management / ટાપુ પર રહેતા ગીધને વૃદ્ધ ગીધે આપી સલાહ, પરંતુ આ યુવા ગીધોએ સલાહ ના સાંભળી અને પરિણામ..