Vadodara/ હુસ્નના ખેલ પર તવાઇ, અનેક સ્પામાંથી વિદેશી યુવતીઓ મળી આવી

પોલીસે 10 સંચાલકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો

Gujarat Vadodara Uncategorized
Vadodara Police raid on spa centre logged fir against 10 person હુસ્નના ખેલ પર તવાઇ, અનેક સ્પામાંથી વિદેશી યુવતીઓ મળી આવી

@નિલેશ બ્રમ્હભટ્ટ

રાજ્યમાં હોટેલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને કાયમી ધોરણે બંધ કરાવવા માટે સરકારે લાલ આંખ કરી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સ યોજીને આપેલી સૂચના મુજબ ગુજરાત પોલીસ રાજ્યવ્યાપી ધોરણે આ પ્રકારના ગોરખધંધા કરનારી હોટેલો અને સ્પા પર ત્રાટકી છે. તેના હેઠળ કુલ 851 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

બીજી તરફ વડોદરામાં પણ પોલીસે અનેક સ્પા સેન્ટરો પાર તવાઈ બોલાવી છે. પોલીસે શહેરન સમા, પાણીગેટ, માંજલપુર, મકરપુરા,ગોત્રી સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરી છે. પોલીસની તપાસમાં વેરિફિકેશન વિના કામ કરતી યુવતીઓ ઝડપાઇ હતી.

પોલીસે જાહેરનામાનો ભંગ થતાં 10 જેટલા સંચાલકો સામે ગુનો દાખલ કરાયો હતો. આ સ્પામાં અન્ય રાજ્ય અને દેશમાંથી યુવતીઓ બોલાવી કામ કરાવાતું હતું.


whatsapp ad White Font big size 2 4 હુસ્નના ખેલ પર તવાઇ, અનેક સ્પામાંથી વિદેશી યુવતીઓ મળી આવી


આ પણ વાંચોઃ Prostitution/ હોટેલ અને સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર સામે સરકારની લાલ આંખ

આ પણ વાંચોઃ Vadodara/ તહેવાર પૂર્વે તેલ-અનાજના વેપારીઓને ત્યાં દરોડા, રિપોર્ટ ફરસાણ આરોગી ગયા પછી આવશે!

આ પણ વાંચોઃ Breast Cancer/ ફક્ત મહિલાઓ નહિ પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, જાણો કિસ્સો