વડોદરામાં વરસાદ મન મુકી વરસ્યો હોય, તેમ ફક્ત ચાર કલાક જેવા ટુંકા ગાળામાં 11 ઇંચની તોફાની ઇનીંગ રમી છે. વડોદરામાં ભારે વરસાદનાં પગલે જાણે આભ ફાટ્યું હોય તેવા દશ્યો જોવા મળી રહ્યા છે. શહેરની 50થી વધારે રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાય ગયા હોવાનું સામે આવી રહ્યું છે, તો શહેરના રસ્તા પાણીમાં ખોવાય ગયા છે. રાજાશાહી સાન ધરાવતી ગુજરાતની ઐતિહાસીક નગરીમાં તંત્ર દ્વારા કરવામા આવેલી પ્રિ-મોનસુન કામગીરી ઠેરની ઠેર રહી ગઇ અને જોત જોતામાં મેઘાની તોફાની ઇનીંગથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું છે.
શાળા-કોલેજમાં રજા જાહેર કરી દેવામા આવી
ભારે વરસાદનાં પગલે વડોદરામાં તંત્ર દ્વારા હાલ તો શાળા-કોલેજમાં રજા જાહેર કરી દેવામા આવી છે. તો તંત્રને પણ સપને ખ્યાન હોય તેમ મેઘાની તોફાની ઇનીંગથી તંત્ર પણ અવાચ રહી ગયુ છે. શહેરમાં જ્યા જોવો ત્યાં પાણી જ પાણી જોવામાં આવી રહ્યું હોવાનાં પૂર જેવા દ્રશ્યો શહેરમાં જોવામા આવી રહ્યા છે. ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી પણ બે કાંઠે વહી રહી હોવાથી તંત્ર માટે વધુ કપરા ચઢાંણ જેવી સ્થિતિ સર્જાઇ છે. આપને જણાવી દઇએ કે વિશ્વામિત્રી નદી મગરોનું ઘર ગણવામાં આવે છે અને નદીમાં પાણીની વધુ આવક સાથે મગરો શહેરનાં રહેણાક વિસ્તારમાં આવી જતી હોવાથી તંત્ર ઘાંઘુ થયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
વાહન વ્યવહાર ખોરંભે પડ્યો, 6 લાંબા અંતરની ટ્રેનો ડાઇવર્ટ
વડોદરામાં ભારે વરસાદનાં પગલે યાતાયાતને પણ ભારે માઠી અસરો જોવામાં આવી રહી છે,. રેલવે તંત્ર દ્વારા 6 લાંબા અંતરની ટ્રેનો ડાઇવર્ટ કરી અને વડોદરા માટે રદ કરી નાખી છે, તો વિમાની સેવા પણ આગલા આદેશ સુધી પોસ્ટપોન્ડ કરવામા આવી છે. રોડ રસ્તા જામ થતા, વાહન વ્યવહાર ખોરંભે પડ્યો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
50થી વધુ સોસાયટી પાણીમાં ગરક થઈ
છેલ્લા 24 કલાકથી ધીમીધારે ખેતી લાયક વરસી રહેલા મેઘરાજાએ શહેર-જિલ્લામાં જમાવટ કરી છે. શહેર-જિલ્લામાં વહેલી સવારથી ધીમીધારે એકધારો વરસાદ બપોર બાદ બે થી 4 કલાક વચ્ચે જ 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે 50થી વધુ સોસાયટી પાણીમાં ગરક થઈ ગઈ છે અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. જ્યારે 15 વૃક્ષો ધરાશાયી થયા છે.
હોસ્પિટલોમાં ધૂસ્યા પાણી
જનજીવન હાલ પણ ખોરવાયું છે. ભારે વરસાદને પગલે વડોદરાના ગોત્રી વિસ્તારમાં ટી.બી. હોસ્પિટલ સામે આવેલી લક્ષ્મીદાસ નગર-2, રૂપલ પાર્ક, નવનાથ નગર સહિત વિવિધ સોસાયટીઓમાં રોડ ઉપર ભરાયેલા પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે સર્જાતી સમસ્યાને કારણે સોસાયટીના મકાન માલિકોએ ઘરના દરવાજા પાસે ઉંચી પાળી બનાવેલી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
પ્રિ-મોન્સૂન કામગીરીની ઉડી ધચ્યાં
આજે ભારે વરસાદના પગલે રોડ ઉપર ભરાયેલા પાણી પાળી ઓળંગીને ઘરમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આ ઉપરાંત ડ્રેનેજ લાઇનો અને વરસાદી ગટરો ચોકઅપ થઇ જવાના કારણે પાણીનો નિકાલ ન થતાં ઘરના ટોયલેટોમાંથી પાણી ઉભરાઇને ઘરમાં આવી જતાં લોકો દયનીય હાલતમાં મુકાઇ ગયા છે. શહેરમાં ધોધમાર વરસી રહેલા વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારો જળબંબોળ બની ગયા છે. શહેરના નિચાણવાળા વિસ્તારો એમ.જી. રોડ, માંડવી-ગેંડીગેટ રોડ, વાડી ટાવર, પાણીગેટ રોડ, રાવપુરા, દાંડિયા બજાર રોડ સહિત શહેરના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાઇ ગયા છે. સયાજીગંજ અને અલકાપુરીને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતાં સંપર્ક વિહોણો બની ગયો છે. વાહન ચાલકોને અન્ય માર્ગ ઉપરથી જવાની ફરજ પડી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.