Not Set/ ભાજપના કાઉન્સિલરનો વાયરલ વિડીયોનો મામલો,કોંગ્રેસ કર્યા પ્રહારો

વડોદરા, વડોદરામાં પ્રજાનાં કામ માટે ખાડામાં ઉતરી પોતે કામ કરવાનો ભાજપનાં કાઉન્સિલર અજિત દધિચનો વીડિયો છેલ્લાં બે દિવસથી સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. ભાજપનાં નગરસેવકની આ કામગીરીની એક તરફ પ્રસંશા થઇ રહી છે, તો બીજી તરફ આને રાજકીય સ્ટંટ પણ ગણાવવામાં આવી રહ્યો છે. અજિત દધિચનાં સાથી કાઉન્સિલર કોંગ્રેસનાં અનિલ પરમારે આ મામલે […]

Top Stories Gujarat Vadodara Videos
mantavya 171 ભાજપના કાઉન્સિલરનો વાયરલ વિડીયોનો મામલો,કોંગ્રેસ કર્યા પ્રહારો

વડોદરા,

વડોદરામાં પ્રજાનાં કામ માટે ખાડામાં ઉતરી પોતે કામ કરવાનો ભાજપનાં કાઉન્સિલર અજિત દધિચનો વીડિયો છેલ્લાં બે દિવસથી સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ભાજપનાં નગરસેવકની આ કામગીરીની એક તરફ પ્રસંશા થઇ રહી છે, તો બીજી તરફ આને રાજકીય સ્ટંટ પણ ગણાવવામાં આવી રહ્યો છે. અજિત દધિચનાં સાથી કાઉન્સિલર કોંગ્રેસનાં અનિલ પરમારે આ મામલે ભાજપનાં નગરસેવક સામે સ્થાનિક રહીશોમાં આક્રોશ ગણાવી પ્રજાનાં પ્રતિનિધિ તરીકેની કામગીરી બજાવવામાં તેઓ નિષ્ફળ ગયાં હોવાનો આરોપ લગાવ્યો હતો.

શહેરનાં પુર્વ વિસ્તારનાં વોર્ડ નં.4 નાં ભાજપનાં નગરસેવક અજિત દધિચે  સયાજીનગર ટાઉનશીપ વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી પ્રવર્તેલી ગંદા પાણીની સમસ્યાનાં નિવારણ માટે પાલિકા અધિકારીઓને રજુઆત કરી હતી.

પરંતુ તેમની વારંવારની રજુઆતો છતાં અધિકારીઓએ ન સંભાળતા નારાજ રહીશોએ ભાજપનાં નગરસેવકને પોતે કામગીરી કરવાં મજબુર કર્યા હતાં. સમસ્યાથી કંટાળેલા રહીશોએ કાઉન્સિલરને જાતે ખાડામાં ઉતારી સમસ્યાનો તત્કાલ ઉકેલ લાવવાની જીદ પકડતાં કોર્પોરેટરે ખાડામાં ઉતરી કિચડ અને પાણી ઉલેચવાનો વારો આવ્યો હતો.

.તો બીજી તરફ ભાજપનાં નગરસેવકની આ કામગીરીની એક તરફ પ્રસંશા થઇ રહી છે, તો બીજી તરફ આને રાજકીય સ્ટંટ પણ ગણાવવામાં આવી રહ્યો છે. અજિત દધિચનાં સાથી કાઉન્સિલર કોંગ્રેસનાં અનિલ પરમારે આ મામલે ભાજપનાં નગરસેવક સામે સ્થાનિક રહીશોમાં આક્રોશ ગણાવી પ્રજાનાં પ્રતિનિધિ તરીકેની કામગીરી બજાવવામાં તેઓ નિષ્ફળ ગયાં હોવાનો આરોપ લગાવ્યો હતો.