વડોદરા,
વડોદરામાં બ્રાઇટ સ્કુલનાં સંચાલકો દ્વારા ચલાવાતી મનમાની વધુ એક વાર સામે આવી છે. બ્રાઇટ સ્કુલનાં સંચાલકોએ થોડાં સમય અગાઉ પોતાની નવી સ્કુલ માટે હરણી વિસ્તારમાં બાંધકામ શરૂ કર્યુ હતું. જો કે આ બાંધકામ માટે તેઓએ વડોદરા કોર્પોરેશનનાં બાંધકામ વિભાગની પરવાનગી લીધી નહોતી. આ સમગ્ર મામલે વડોદરા કોર્પોરેશનનાં ધ્યાને આવતા બ્રાઇટ સ્કુલનાં સંચાલકોને બે વાર નોટીસ ફટકારીને કામ બંધ કરવા આદેશ કર્યો હતો.