Valsad/ કોરોનાને અટકાવવા તંત્ર બન્યું સક્રિય, ફલાઈંગ સ્કોડે હાથ ધર્યું ઓપરેશન

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ ને નાથવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિવિધ ટીમો બનાવી શહેરી વિસ્તારોમાં સોશિયલ distance અને માસ્ક ને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Gujarat Others
a 26 કોરોનાને અટકાવવા તંત્ર બન્યું સક્રિય, ફલાઈંગ સ્કોડે હાથ ધર્યું ઓપરેશન

@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ ને નાથવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિવિધ ટીમો બનાવી શહેરી વિસ્તારોમાં સોશિયલ distance અને માસ્ક ને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ત્યારે વલસાડ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબા ગોહિલ ની અધ્યક્ષતા માં આજે વલસાડ કોવિડ ફ્લાઈંગ સ્કોડ દ્રારા વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હોસ્પિટલો ,શોરૂમો ,કિલીનીકો અને બેંકોની અચાનક મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો : રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ યથાવત, હવે જામનગરમાં સગીરા પર નરાધમે કર્યો બળાત્કાર

અચાનક જ ડેપ્યુટી કલેકટર અને ફ્લાઈંગ સ્કોડ દ્રારા હોસ્પિટલમાં મુલાકાત લેતા ફફડાટ વ્યાપી ગયો હતો। ..હોસ્પિટલમાં social distance નો અભાવ જોવા મળતા તાત્કાલિક બે જેટલી હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી હતી અને દંડ પણ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ખાનગી બેંકોમાં પણ જ્યોતિબા ગોહિલ ની ટીમે social distancing લઈને રિયાલિટી ચેક કર્યું હતું.

આ પણ વાંચો : હાઇકોર્ટનો ફરીથી સુઓમોટો અને સરકારને ફટકાર, પૂછ્યું કે 6 હજાર લોકો ભેગા થયા ત્યારે તમે શું કરતા હતા ?

ગ્રાહકોની સાથે સાથે બેંક અને તબીબો નો સ્ટાફ પણ માટી લઈને જો બેદરકાર જણાય તો તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો.આમ કલેકટર ની ટીમે જનતાને સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે કોરોના ને લઈને સરકાર તો પ્રયત્નશીલ છે પરંતુ આમ જનતા એ પણ સોશિયલ distance અને માસ્ક નું ચોક્કસ ધ્યાન રાખવું પડશે।.. નહિતર કાયદેસરની કાર્યવાહી અને દંડાત્મક શિક્ષા પણ ભોગવવા તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો : અમદાવાદના નારણપુરા ખાતે બેંક ઓફ ઇન્ડિયામાં લાગી ભીષણ આગ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…