વલસાડ/ આર્મીનો યુનિફોર્મ પહેરી યુવાને TRBની મહિલાને કહ્યું ફરજમાં બેદરકારી દાખવશે તો.., જાણો પછી શું થયું

બસ કે ટ્રેનમાં ટિકિટ આપવી ના પડે તે માટે આર્મીનો ડ્રેસ પહેરી ફરી રહેલો એક શખ્સ ઝડપાયો છે. મહિલા TRB જવાન પર રોફ જમાવવો ભારે પડ્યો છે. 

Gujarat Others
lalit vasoya 6 આર્મીનો યુનિફોર્મ પહેરી યુવાને TRBની મહિલાને કહ્યું ફરજમાં બેદરકારી દાખવશે તો.., જાણો પછી શું થયું

બસ કે ટ્રેનમાં ટિકિટ આપવી ના પડે તે માટે આર્મીનો ડ્રેસ પહેરી ફરી રહેલો એક શખ્સ ઝડપાયો છે. મહિલા TRB જવાન પર રોફ જમાવવો ભારે પડ્યો છે.

વલસાડના કલ્યાણ બાગ સર્કલ પાસે TRB ની મહિલા જવાન તરીકે ફરજ બજાવતી મહિલા ને આર્મીનો યુનિફોર્મ પહેરીને આવેલા એક યુવાને પોતે આર્મીમેન જણાવી મહિલા જવાનને યોગ્ય રીતે ફરજ બજાવવા અને ફરજમાં બેદરકારી દાખવશે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પોલીસ મથકે યુવક આવી પહોંચ્યો હતો. ડિસિપ્લિન ના નામે તોફાન મચાવનાર યુવકની ઇન્ચાર્જ PI જગદીશ પરમારે પ્રાથમિક પૂછપરછ કરતાં પોતે આર્મીની બટાલીયન નંબર 52 ઉપરનો સિપાહી હોવાનું જણાવ્યું હતું. અને TRB ની મહિલા જવાને તેની સાથે ગેરવર્તન કર્યું હોવાની ફરિયાદ કરી હતી.

PI એ આર્મીના આઈ કાર્ડ ની માંગણી કરતા આઈ કાર્ડ ખોવાઈ ગયું હોવાનું જણાવ્યું હતું. ઇન્ચાર્જ PI પરમારે કડકાઈથી પૂછપરછ કરતા યુવકનો ભાંડો ફૂટ્યો હતો. લોકો આર્મીના જવાનોને માનસન્માન આપતા હોવાથી આર્મી નો ડ્રેસ પહેરી ફરતો હોવાનું અને બસમાં કે ટ્રેનમાં ટિકિટ લાગતી ન હોવાથી આર્મી નો યુનિફોર્મ ખરીદી જ્યાં ત્યાં ફરતો હોવાનું તરુણ અશોક ગોસ્વામીએ કબૂલાત કરી હતી. મૂળ મહેસાણા નો રહેવાસી વર્ષ 2018માં વાપી ટાઉન પોલીસ મથકે પોલીસ બની ફરતા ઝડપાઈ ચુક્યો હતો. વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.