Ahmedabad News: ભારતીય રેલવે દ્વારા વંદે ભારતની અમદાવાદ- 16 કોચની જગ્યાએ 20 કોચવાળી નવી કેસરી કલરની વંદે ભારત ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી 20 કોચની વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી. 20 કોચની આ નવી ટ્રેન માત્ર સાડા ચાર કલાકમાં મુંબઈ પહોંચાડશે.
વંદે ભારત ટ્રેનમાં વધારાના ચાર કોચ એટલે કે 20 કોચવાળી વંદે ભારત ટ્રેનને આજે 130 કિલોમીટરની ઝડપે દોડાવી ટ્રાયલ રન લેવામાં આવ્યું છે. સવારે 7 વાગ્યે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેનનું ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદથી જ 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેનને દોડાવવામાં આવી હતી. સવારે સાત વાગ્યે ઉપડેલી ટ્રેન બપોરે 12:15 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ ખાતે પહોંચશે.
આ પણ વાંચો:બુટલેગરોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા એક કોન્સ્ટેબલ સહિત પીએસઆઇ ને ઇજા
આ પણ વાંચો:રાજ્ય અને જિલ્લા કક્ષાએથી રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કરેલ કામગીરી
આ પણ વાંચો:એક પેડ માઁ કે નામ”: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૭૫મા વન મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ