કોરોના સંક્રમણને કારણે વિદેશમાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા માટે શરૂ કરવામાં આવેલી ‘વંદે ભારત મિશન’ અંતર્ગત સરકારે લગભગ 61 લાખ નાગરિકોને ઘરે પરત લાવવામાં સફળ રહી છે. રાજ્યસભામાં ગુરુવારે વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી. મંત્રાલયે લેખિત જવાબમાં કહ્યું છે કે 30 એપ્રિલ 2021 સુધીમાં કુલ 60,92,264 ભારતીયો દેશમાં પાછા ફર્યા છે.
ગયા વર્ષે શરૂઆતમાં જ્યારે કોરોના રોગચાળો ચીનની બહાર ફેલાવા લાગ્યો હતો, ત્યારે વિશ્વના મોટાભાગના દેશોએ કડક લોકડાઉન અને પ્રતિબંધો જાહેર કર્યા હતા. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, વિશ્વના ઘણા દેશોમાં લાખો ભારતીયો ફસાઈ ગયા. સરકારે તેમને પાછા લાવવા માટે ‘વંદે ભારત મિશન’ શરૂ કર્યું હતું અને વિશ્વના વિવિધ ખૂણામાંથી વિશેષ વિમાનો દ્વારા લોકોને પરત લાવવામાં આવ્યા હતા. જોકે, મુસાફરોએ ભાડુ આપવું પડ્યું હતું.
કોરોના રસીકરણ / રાજયભરમાં અત્યાર સુધી ૩.૧ કરોડથી વધુ નાગરિકોનુ વેકિસનેશન : નીતિન પટેલ
મહારાષ્ટ્ર / મુંબઇ પોલીસના પૂર્વ CP પરમબીર સિંહને લાગ્યો મોટો ઝટકો, દાખલ કરાયો વસૂલીનો કેસ
3570 ભારતીય નાગરિકો વિદેશમાં મૃત્યુ પામ્યા
વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે 3500થી વધુ ભારતીય નાગરિકો વિદેશમાં કોરોના ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. મંત્રાલયે કહ્યું છે કે વિદેશમાં સ્થિત મિશન અને પોસ્ટ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 3570 ભારતીયો વિદેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.
મોટી જાહેરાત / રાજ્યની સંયુક્ત સરકારના થશે પાંચ વર્ષ પૂર્ણ,ઓગસ્ટમાં નવ દિવસ ઉપયોગી-સેવાકાર્યો થકી ઉજવણી