વાપી નજીક આવેલા ચણોદ કોલોનીમાં બે મહિલાઓ પર 5 રાઉન્ડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ હતી તારીખ 11-01-2020 ના રાત્રે 08:45 વાગ્યે બાઇક પર આવેલા 2 હત્યારા ઓ એ બે મહિલા પર ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતાં.આ કેસ માં વલસાડ પોલીસ એ હત્યારા પુત્ર અને તેના મિત્રની ધરપકડ કરી લીધી છે. શુ હતો આખો ઘટના ક્રમ અને કેમ પુત્ર હત્યારો બન્યો ?
વાત જાણે એમ છે કે, વાપી નજીક ચણોદ કોલોની વિસ્તારમાં કાલિકા માતાજીના મંદિર નજીક રહેતા રેખાબેન બ્રહ્મદેવ મહેતા અને તેની બહેનપણી દુર્ગા શેતર ખડસે ઘરમાં એકલા હતાં, ત્યારે એક લાલ કલરની મોટર સાયકલ પર બે યુવાનો આવ્યાં હતાં. જેમાના એક યુવકે રેખા બેનના ઘરમાં પ્રવેશ કરી ફાયરિંગ કર્યું હતું. જેમાં બંને મહિલા ઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોતને ભેટી હતી. આ ચકચારી હત્યા બાદ બને હત્યારા નાસી છૂટ્યા હતાં.
હત્યાની જાણ થતાં જ વાપી GIDC, ડુંગરા પોલીસ, SOG, LCB ની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી. અને પોલીસ આ હત્યાનો ગુના શોધવા માટે અલગ અલગ ટિમો બનાવીને આંતરરાજ્યોમાં મોકલાવી હતી. મરનાર રેખા બેનના પુત્રની ફરિયાદ લીધી હતી. ત્યાર બાદ પોલીસે તપાસમાં પુત્રને સાથે રાખીને તપાસ હાથ ધરી મરનાર રેખા બેન અને તેમની સહેલી દુર્ગા ખડસેનાં મોતની કડી મળતી નહોતી.
પોલીસ એ તપાસમાં સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી, બે દિવસ પછી પોલીસને વાપીના દમણ ગંગા નદી નજીક ઘટનામાં વપરાયેલી લાલ કલરની બાઈક મળી આવી અને પોલીસ પહોંચી ગઇ હત્યારા સુધી અને આખરે ફરિયાદી પુત્ર બિપિન જ માતાનો હત્યારો નીકળ્યો. બિપિન મેહતા પિતાના અવસાન બાદ તેને માતા સાથે રેહવાનું છોડી દીધું હતું અને અલગ રહેતો હતો, પરંતુ તેની નજર માતા અને પિતા ની સંપત્તિ પર હતી અને સાથે સાથે તે પોતાની માતાના ચારિત્ર્ય પર પણ શંકા કરવા લાગ્યો હતો અને માતાના નંબર સિસ્ટમથી હેક કરી ને માતાના વૉટસપ મેસેજ વાંચી પોતાની માતા પર તેને ગુસ્સો આવતો હતો
જેથી તેણે તેની માતાને મારવાનો પ્લાન બનાવ્યો અને પોતાના મિત્ર કુન્દનગીરી સાથે મળીને બિહાર થી સૂટરો બોલાવ્યા અને ઘટનાને અંજામ આપ્યો. ઘટનામાં વપરાયેલી બાઈક પોલીસ માટે હત્યાનો હુકમનો એક્કો સાબિત થઈ ચેસીસ નંબરથી પોલીસ બાઈકના મલિક સુધી પોહચી અને એ બાઈક પુત્ર બિપિને એક ગેરેજ વાળા પાસે વેચાતી લઈ શૂટરોને આપી હતી અને શૂટરોને માતાના ફોટો આપ્યા હતા અને ઘરની રેકી પણ કરાવી હતી.
જો કે ત્યાર બાદ બિપિન અને કુંદને મળી આખી ઘટનાને અંજામ આપ્યો અને પોતે ફરિયાદી બની પોલીસને ગુમરાહ કરવા લાગ્યો પરંતુ પોલીસ એવી કરી તપાસ કે ફરિયાદી પુત્ર જ નીકળ્યો માતા નો હત્યારો. હાલ વલસાડ પોલીસે હત્યારા પુત્ર અને તેના મિત્રની ધરપકડ કરી છે અને શૂટરો સુધી પહોંચવાના ચક્રોગતિમાન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.