વાપી,
વાપી જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં કર્મચારીનું લિફ્ટમાં ફસાઈ જતા મોત થયું હતું. સુભાસ માસ્ટર નામનો કર્મચારી ત્રીજા માળે કામ કરતો હતો. ત્યારે લિફ્ટમાં ફસાઈ ગયો હતો. આ બનાવને પગલે કર્મચારીઓમાં રોષ ફેલાઈ ગયો હતો.
કંપની દ્વારા કર્મચારીઓની સુરક્ષા કામે કોઈ કામગીરી કરવામાં આવતી નહીં હોવાની ફરિયાદ ઉઠી છે. બીજી તરફ આ ઘટનાને પગલે કંપનીન સંચાાલકોએ કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
મૃતક કોન્ટ્રેક્ટમાં કામ કરતો હતો અને ત્રીજા માળ ઉપર આવેલ રીએક્ટર બોટમ હોલ પર કામ કરતો હતો પ્લાન્ટ D 3 મા આવેલ લોખન્ડ ના લિફ્ટ મા મૃતક ફસાઈ ગયો હતો જેની જાણ પ્લાન્ટ મા કામ કરતા બીજા મજૂરો દ્વારા બુમાબુમ પડતા થઈ હતી.
અમોલી ઓરગનાઈસ જે પહેલા પણ કંપનીમાં દુર્ઘટનાઓ થઈ છે. પણ કંપની સંચાલક અથવા મેનેજર તથા કોઈ સ્ટાફ બનેલ ઘટના પર વાત કરવા રાજી નથી.
તારીખ 20 ફેબ્રુઆરી ના સાંજે 7:40કલાકે મૃતક ત્યાં જ કામ કરતો હતો અને લિફ્ટમા ફસાઈ જાવાથી છાતી અને પેટના ભાગે ઈજાઓ થઈ હતી જે કારણે મૃતકને પહેલા પ્રાઇવેટ હોસ્પિટલ અને બાદ અન્ય એક બીજી હોસ્પિટલમા લઈ જવાયો હતો ત્યાં ફરજ પર ઉપસ્થિત ડોકટર દ્વારા તેને મૃત જાહેર કરવામા આવ્યો હતો.
વારંવાર વાપી જી આઈડીસીના કંપનીઓ મા આવા મજૂરોનો ભોગ લેતા ઘટનાઓ બને છે અને આ ઘટનાઓ બાદ પણ તંત્ર સેફટી સુરક્ષાના તંત્રો અને યંત્રો તથા એનો ઉપયોગ કરવા માટે કંપનીઓને રાજી કરવા નિષ્ફળ નીવડે છે જે ભવિષ્ય માટે વાપી જી આઈ ડી સીના હજારો કંપનીઓમા કામ કરતા મજૂરોના જીવનો ભોગ લે છે.
હાલ મૃતકનું નામ સુભાસ ઉર્ફ ગોલું માસ્ટર અને ઉંમર 19 વર્ષ રહેનાર ભડકામોરા રેણુ મિશ્રાની ચાલ સાંઈબાબા મંદિર પાસે સુલપડ જાણવામા આવ્યું છે .સમગ્ર ઘટનામા વાપી જીઆઈડીસી પોલીસે ફોરટી(40) શેડમા આવેલ અમોલી ઓરગાનિક્સ કંપનીમા થયેલ દુર્ઘટનામા તપાસ હાથ ધરી છે.