વાપી ની ખાનગી હોસ્પિટલો માં માત્ર કલાકો ચાલે તેટલો જ ઑક્ષિજન નો જથ્થો
તંત્ર તાત્કાલિક ઓક્સીજન પૂરો પાડે તેવી વાપી ની ખાનગી હોસ્પિટલો માં સંચાલકો ની માગ
ગુજરાતમાં કોરોનાવાયરસ ની બીજી લહેરે કાળો કહેર વર્તાવ્યો છે દિલ્હીના પગલે હવે ગુજરાતની હોસ્પિટલોમાં પણ ઓક્સિજન ની અછત ઉભી થઇ છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીની કેટલીક ખાનગી હોસ્પિટલોમાં માત્ર થોડા કલાકો ચાલે તેટલો જ ઓક્સિજનનો જથ્થો બચ્યો છે.
વાપીની ખાનગી હોસ્પિટલોમાં માત્ર થોડા કલાક ચાલે કેટલો ઓક્સિજનનો જથ્થો બચ્યો છે. ખાનગી હોસ્પિટલના સંચાલકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ઓક્સિજન પૂરો પાડવા માંગણી કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલના સંચાલકો દ્વારા હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો નહીં હોવાનો લેખિતમાં દર્દીઓના સ્વજનોને પણ જાણ કરી છે. વધુમાં જણાવ્યું છે કે હોસ્પિટલ પાસે પૂરતો ઓક્સિજન નહીં હોવાથી દર્દીનું મોત પણ થઈ શકે છે. અને આ અંગે હોસ્પિટલ સત્તાવાળાની કોઈ જવાબદારી નહીં હોય
આ અંગે વાપીની અગ્રણી પ્રાઇવેટ હોસ્પિટલોના તબીબો દ્વારા ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં ઓક્સિજન ના અપૂરતા જથ્થા અંગે મીડિયા ને જાણ કરી હતી.
વધુમાં ખાનગી હોસ્પિટલના સંચાલકો દ્વારા જિલ્લા કલેકટરને હોસ્પિટલમાં અપૂરતા ઓક્સિજન ના જથ્થા અંગે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. અને તંત્ર દ્વારા તાત્કાલિક ઓક્સિજન પૂરો પાડવામાં કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા તાત્કાલિક ઓક્સિજન પૂરો પાડવામાં આવે તો ભયંકર પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેવી આશંકા પણ વ્યક્ત કરી હતી.