અત્યારે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જેને લઈને રાહુલ ગાંધીની હાજરી ને લઈને ભાજપે અનેક પ્રહારો કર્યા છે. ભાજપના નેતા અને હરિયાણા હાઉસિંગ બોર્ડના પૂર્વ અધ્યક્ષ જવાહર યાદવે ટ્વિટર પર દાવો કર્યો છે કે રાહુલ ગાંધી ચૂંટણીના 10 દિવસ પહેલા જ બેંગકોક જવા રવાના થયા છે.
આ સાથે જ તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં લખ્યું છે કે, ‘ગઈકાલે અહેમદ પટેલ ભૂપેન્દ્રસિંહ હુડાને પૂછતા હતા કે પાર્ટી ક્યાં ગઈ? આજે જાણવા મળ્યું છે કે પાર્ટી બેંગકોકમાં ગઈ છે.
ત્યારે ભાજપના આઇટી સેલના વડા અમિત માલવીયાએ આ અંગે ટ્વિટ કર્યું હતું, તમે કેમ આશ્ચર્ય પામી રહ્યા છો..? અને કેમ બેંગકોક ટ્રેન્ડ કરી રહ્યા છે…
તે જ સમયે, દિલ્હી ભાજપના પ્રવક્તા તાજિંદર પાલ સિંહ બગ્ગાએ ટ્વીટ કર્યું, બેંગકોક હવે ભારતમાં ટ્રેન્ડ કરી રહ્યો છે…
ટ્વિટર પર રાહુલ ગાંધી બેંગકોક જવાના સમાચારો ટ્રેન્ડમાં છે. મીડિયા અહેવાલો અનુસાર રાહુલ ગાંધી શનિવારે સાંજે બેંગકોક જવા રવાના થયા હતા. જો કે, તેના બેંગકોક જવા પાછળનું કારણ બહાર આવ્યું નથી. આ પહેલા પણ રાહુલ ગાંધી ચૂંટણી પહેલા તેમના વિદેશ પ્રવાસ માટે ટ્રોલ થયા છે. 2015 ની શરૂઆતમાં પણ તે તેમના બેંગકોક પ્રવાસ અંગે પ્રશ્નો ઉભા થયા હતા.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“MantavyaNews” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.