સમુદ્રી ચક્રાવાત “વાયુ”એ પોતાની ચાલ બદલી હોવાની હવામાન વિભાગ દ્રારા જાણકારી આપવામા આવી રહી છે. હવે ચક્રાવાત “વાયુ” દશા, દિશા અને સમય બદલી પૂર્વેનાં અંદાજ પ્રમાણે મહુવાથી વેરાવળ વચ્ચે નહીં, પરંતુ પોરબંદરનાં દરિયાકાંઠે ટકરાશે, આટલુ જ નહી પરંતુ “વાયુ” હવે પહેલા કરતા પણ વધું ઘાતક જોવા મળી રહ્યુ છે અને પૂર્વે ટકરાવ સમયે 135Kmની ઝડપ આંકવામાં આવી રહી હતી તે 170 Kmની થવાની શક્યતા જોવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્રારા આગાહી કરી દેવામા આવી છે વાયુ વધુ ઘાતકતા સાથે પોતાનો કેર વહેરશે. આ સાથે જ વાયુએ પોતાનાં આગમનનો સમય પણ બદલાવી નાખ્યો છે.
આપને જણાવી દઇએ કે પૂર્વે ચક્રાવાત “વાયુ” 13 તારીકે વહેલી સવારે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે ટકરાવવાનું હોવાની હવામાન ખાતે દ્રારા જાહેરાત કરવામા આવી હતી. તો વાયુએ પોતાની ચાલની સાથે સાથે આવવાનો સમય પણ બદલ્યો છે. હાલ હવામાન વિભાગનાં અંદાજ પ્રમાણે વાયુ બપોરના સમયે પોરબંદરનાં દરિયા કિનારે ટકરાશે.
આપને જણાવી દઇએ કે સમુદ્રી ચક્રાવાતો મોટા ભાગે સમુદ્રમાં ઉત્પન થતા હોય છે અને જમીન પર ટકરાવ થતા જ પોતાનું અસ્તિત્વ ખોઇ દેતા હોય છે. પરંતુ વાયુ આ મામલે પણ અનોખુ જોવામાં આવી રહ્યું છે. 13 તારીકે જમીન સાથે ટકરાતા વાયુ 48 કલાક ગુજરાતનાં સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારને ધમરોળશે અને ફરી દ્રારકા પાસેથી દ્રારકાનાં દરિયામાં જઇને શાતં પડી જશે. વાયુની ગતી અને દિશામાં ફેરફારો આવે તેવી પૂરી શક્યતા જોવામા આવી રહી છે.
હાલ ગુજરાતભરમાં વાયુનાં કારણે વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. વલસાડ, તાપી સહિત દક્ષીણ ગુજરાતની દરિયાઇ પટ્ટી ઉપરાંત પોરબંદર, વેરાવળ, દિવ, સહિતનાં સૌરાષ્ટ્ર-કચ્છનાં દરિયા વિસ્તારોમાં 50થી 65Kmની ઝડપે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. તો સાથે સાથે અનેક સ્થળો પર પવન સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં તંત્ર દ્રારા વાયુની સામે બાથભીડવા પૂરી તૈયારોઓ કરી લેવામા આવી છે. લાખો લોકોનું સ્થાળાંતર કરાવી સુરક્ષીત જગ્યા પર ખસેડી દેવામા આવ્યા છે. NDRF, સેના અને અર્ધ લશ્કરી દળો તેમજ રાજ્ય સરકારની રાહત અને બચાવ ટીમો પણ તૈનાત અને તૈયાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.