Khyati Hospital Scam/ ડોક્ટર પ્રશાંત વઝિરાણીની એક જ દિવસમાં 7 એન્જિયોપ્લાસ્ટી અને 19 એન્જિયોગ્રાફી

ડૉ.પ્રશાંતે એક જ દિવસમાં 7 એન્જિયોપ્લાસ્ટી, 19 એન્જિયોગ્રાફી કરી હતી. જેમાં ડૉ.પ્રશાંતને એન્જિયોપ્લાસ્ટી દીઠ રૂ. 1,500 અને એન્જિયોગ્રાફી માટે રૂ. 800 મળ્યા હતા.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 11 16T113851.013 ડોક્ટર પ્રશાંત વઝિરાણીની એક જ દિવસમાં 7 એન્જિયોપ્લાસ્ટી અને 19 એન્જિયોગ્રાફી

Ahmedabad News:  અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનો કાંડમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા છે. હોસ્પિટલ દ્વારા કરવામાં આવતા ઓપરેશનમાં ડો.પ્રશાંતને એક ઓપરેશન માટે રૂ.15 હજાર આપવામાં આવતા હતા. જેમાં હોસ્પિટલ PMJAY યોજના હેઠળ એન્જિયોપ્લાસ્ટીના 1.5 લાખ લેતી હતી. ડૉ.પ્રશાંતે એક જ દિવસમાં 7 એન્જિયોપ્લાસ્ટી, 19 એન્જિયોગ્રાફી કરી હતી. જેમાં ડૉ.પ્રશાંતને એન્જિયોપ્લાસ્ટી દીઠ રૂ. 1,500 અને એન્જિયોગ્રાફી માટે રૂ. 800 મળ્યા હતા.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોતનો મામલે નવા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં સીઈઓ ચિરાગ રાજપૂત દિવસમાં 30 જેટલી સર્જરીનો લક્ષ્યાંક રાખતો હતો. અને PMJAYની ફાઈલમાં ખોટા રિપોર્ટ મૂકી દર્દીનુ ઓપરેશન કરવામાં આવતું હતું.

ડો.પ્રશાંતની પોલીસ તપાસમાં ખ્યાતિ હોસ્પિટલની વધુ કરતૂતો બહાર આવી હતી. જેમાં સીઈઓ ચિરાગ રાજપૂત દિવસમાં 30 જેટલી સર્જરીનો લક્ષ્યાંક રાખતો હતો. ઘટનાને લઇ પોલીસે હોસ્પિટલમાંથી અનેક દસ્તાવેજો કબજે કર્યા હતા. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ખ્યાતિ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીને 40 ટકાથી ઓછુ બ્લોકેજ હોય તો પણ ઓપરેશન કરી દેવામાં આવતું હતું. જેમાં PMJAYની ફાઈલમાં ખોટા રિપોર્ટ મૂકીને દર્દીનુ ઓપરેશન કરવામાં આવતું હતું.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 19 દર્દીની એન્જિયોગ્રાફી કરી અને એમાંથી 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જે પૈકીના બે દર્દીનાં મોત નીપજતાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે. તમામ દર્દીઓને વિવિધ રિપોર્ટના નામે અમદાવાદ લાવી એન્જિયોગ્રાફી અને અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PMJAY યોજના ગુજરાતની હૉસ્પિટલો માટે કમાણીનું સાધન

આ પણ વાંચો:PMJAY યોજના અંતર્ગત મેડીકલ કેમ્પમાં જાઓ તો સાચવજો! નહીંતર આવશે જીવ ગુમાવવાનો વારો!

આ પણ વાંચો:ગુજરાતમાં PMJAYમાં કરોડોનો ભ્રષ્ટાચાર, 13860 ઓપરેશન એક જ સમયે બે હોસ્પિટલમાં