Ahmedabad Metro: ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીના લીધે કેટલાક મુખ્ય માર્ગ પર વાહન વ્યહાર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરના સેક્ટર-7 અને ચ-3 સર્કલ તરફ જતો રોડ બધા જ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચ-3થી ચ-2 સર્કલ તરફ જતાં રોડને પણ વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આ જાહેરનામું બહાર પાડ્યું છે. ત્રણ સર્કલથી મહાત્મા મંદિર સુધી ગડર નાખવાની હોઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં મેટ્રો માર્ગની કુલ લંબાઈ 34 કિલોમીટર હતી, પરંતુ સુધારેલા ડીપીઆર પ્રમાણે મેટ્રો રૂટની લંબાઈ 28. કિ.મી. સુધીની કરવામાં આવી છે. તેમાં બે કોરિડોર હશે-પ્રથમ 22.84 કિલોમીટરની લંબાઇ મોટેરાને મહાત્મા મંદિર સાથે જોડાશે અને બીજી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીથી 5.42 કિલોમીટર લાંબી શાખા પીડીપીયુ અને ગિફ્ટ સિટીને જોડશે. કેન્દ્રએ બીજો તબક્કો મંજૂર કર્યો છે, પરંતુ કોરોનાને કારણે કામ શરૂ થઇ શક્યું નથી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રો રેલ ફૈઝ-૨ મોટેરાથી ગાંધીનગરના રૂટ પર સી-૨ પ્રોજેક્ટના સાડા ૬ કિ.મીટર માર્ગ પર નિર્માણાધીન રેલ્વે રૂટ અને સ્ટેશન્સની વિવિધ કામગીરીનું નિરીક્ષણ આજે સવારે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને મેટ્રો રેલ કોર્પોરશનના ચેરમેન તથા મુખ્યમંત્રીશ્રીના સલાહકાર એસ. એસ. રાઠોર અને વરિષ્ઠ સચિવો સાથે કર્યું હતું.
તેમણે આ રૂટ પરના ભાઇજીપુરા થી ચ-૨ સુધીના ધોળાકુવા, રાંદેસણ, ગિફ્ટસિટી સહિતના વિસ્તારોમાં થઈ રહેલી નિર્માણ કામગીરીની પ્રગતિની જાત માહિતી સ્થળ મુલાકાત કરીને મેળવી હતી. તેમણે ત્યાર બાદ વિસતથી નર્મદા કેનાલ થઈને કોબા સર્કલના રૂટ પર થઈ રહેલી નિર્માણ કામગીરીની પણ નિરીક્ષણ મુલાકાત લીધી હતી અને ટેકનિકલ વિગતો મેળવી હતી.
આ પણ વાંચો: થલતેજ પછી બોપલ, ઘુમા, મણિપુરવાસીઓને અમદાવાદ મેટ્રોનો લાભ મળી શકે
આ પણ વાંચો: અમદાવાદ મેટ્રોના પ્રોજેક્ટના બીજા તબક્કાનો પ્રીટ્રાયલ રન શરૂ
આ પણ વાંચો: અમદાવાદ મેટ્રો સફળતાનું વર્ષઃ બીજા વર્ષે વધુ ફ્રીકવન્સી, વધુ સારી સગવડ, વધારે વ્યાપ