Not Set/ સિંહ રાશીમાં આજે થશે શુક્રનો પ્રવેશ તમારી રાશીને કેવો લાભ અપાવશે,જાણો

નવ ગ્રહો પૈકી નો છઠો ગ્રહ એટલે શુક્ર જેને વૃષભ અને તુલા રાશિના સ્વામી માનવામાં આવ્યા છે. જે 5 જુલાઈ ને ગુરુવારના રોજ ૨ વાગીને ૩ મીનીટે સિહ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર ૧ ઓગસ્ટ સુધી રહેશે. સિહ રાશિમાં શુક્રના આગમનથી મંગળ અને કેતુ ની સાથે એનો ષડાષ્ક સંબંધ બનશે. ગ્રહોનો આવો ષડાષ્ક સંબંધ […]

Uncategorized
20. LEO HOROSCOPE સિંહ રાશીમાં આજે થશે શુક્રનો પ્રવેશ તમારી રાશીને કેવો લાભ અપાવશે,જાણો

નવ ગ્રહો પૈકી નો છઠો ગ્રહ એટલે શુક્ર જેને વૃષભ અને તુલા રાશિના સ્વામી માનવામાં આવ્યા છે. જે 5 જુલાઈ ને ગુરુવારના રોજ ૨ વાગીને ૩ મીનીટે સિહ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર ૧ ઓગસ્ટ સુધી રહેશે. સિહ રાશિમાં શુક્રના આગમનથી મંગળ અને કેતુ ની સાથે એનો ષડાષ્ક સંબંધ બનશે. ગ્રહોનો આવો

ષડાષ્ક સંબંધ જ્યોતિષ શાસ્ત્રમાં અનુકુળ  માનવામાં આવ્યું નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રના રાશી પરિવર્તનથી બધી રાશીઓ પર પ્રભાવ પડશે, તો જુઓ તમારી રાશી માટે કેવું છે આ શુક્રનું રાશી પરિવર્તન.

૧. મેષ

તમારી રાશિના પાચમાં ભાવમાં શુક્ર દેખાય રહ્યો  છે. પ્રેમ સંબંધો માટે આ ગોચર સારો છે. દામ્પત્યજીવનમાં પણ મધુરતા આવશે. આ સમયમાં તમને ઘન ભેગું કરવામાં પણ સફળતા મળશે. આવક વધશે. ઘરખર્ચ માં નિયંત્રણ રાખવાની જરૂર.

૨. વૃષભ

કુંડળીમાં ચોથા ભાવમાં શુક્ર દેખાશે. લવ લાઈફ માટે આ બદલાવ સારો સાબિત થશે. મિત્રો સાથે સારો સમય વીતાવાનો યોગ છે. ભૌતિક સુવિધાઓમાં વધારો થશે. માતાને સુખ સુવિધાઓનો લાભ મળશે અને પહેલા કરતા સ્વાસ્થ્યમાં  સુધારો થશે.

૩. મિથુન

આ રાશિ પર શુક્રના પરિવર્તનથી હાકારાત્મક અસર જોવા મળશે. સુખ સુવિધાઓની વસ્તુઓ પર ખર્ચા કરશો. પરિવાર સાથે વિદેશ ફરવા જવાનો પ્લાન બની શકે છે. જીવનમાં કોઈ નવા સંબંધનું આગમન થઈ શકે છે. જીવનસાથી પાસેથી શુભ સમાચાર મળી શકે છે. બેરોજગાર વ્યક્તિઓને નવી તકો મળી શકે છે.

૪. કર્ક

શુક્ર નું સ્થાન આ રાશિના બીજા ભાવમાં છે. આ દરમ્યાન તમને ઘણાં નાણાકીય ફાયદા થશે. પ્રોપર્ટી સંબંધિત ઘણાં ફાયદા થશે. પરિવારમાં કોઈ  સમારોહ થઈ શકે છે અથવા નવા મહેમાન ઘરે આવી શકે છે. આર્થિક ઉન્નતિનો પણ યોગ છે. પ્રેમ સંબંધ મધુર રહેશે. લાંબા સમયથી અટકી ગયેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે.

૫.સિહ

શુક્ર તમારી રાશિમાં ગોચર કરશે. જે શુભ સાબિત થશે. તમે આ દરમ્યાન સારા કામો માટે યાદ કરવામાં આવશો. આ પરિવર્તન પછી સિહ રાશિના જાતકોની નોકરી, વેપાર અને વ્યવસાયમાં પ્રગતી થશે. કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. લગ્ન જીવનમાં સુધારો થશે.

૬. કન્યા

આ રાશિના બારમાં ભાગમાં શુક્ર ફરતો દેખાશે. ભૌતિક સુખને કરને ખર્ચ વાદેહી શકે છે. વિદેશ તરફ પ્રયાણ આવી શકે છે અને કરિયરમાં નવી તક આવશે. ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે, પરિવારમાં પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. સમાજમાં પ્રતિષ્ઠા માં વધારો થશે. નસીબ નો પૂરો સહકાર મળશે અને સાથે જ પરિસ્થિતિ પણ અનુકુળ રહેશે.

૭. તુલા

શુક્રના પરિવર્તનથી તમારી કાર્યક્ષમતામાં વૃધ્ધિ થશે. અચાનક ધન પ્રાપ્તિનો યોગ બની શકે છે. આ સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. દામ્પત્યજીવનમાં મધુરતા આવશે. આર્થિક લાભની સંભાવના. નવા સંબંધોનું આગમન થઈ શકે છે.

૮. વૃશ્ચિક 

દસમાં ભાગમાં શુક્ર દેખાશે. આ દરમ્યાન કોઈ વિશેષ પરિવર્તન થશે. બધું સામાન્ય રહેશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા માં વધારો થશે. ધંધામાં લાભ થશે. વિદેશી કંપની સાથે સંધી થઈ શકે છે, જેનાથી તમને લાભ થશે. કાર્યાલયમાં અનૈતિક સંબંધોથી દુર રહેવું.

૯. ધન

રાશિના નવમાં ભાવ શુક્રનું સ્થાન. વાહન ચલાવામાં વિશેષ સાવધાની રાખવાની જરૂર. અધ્યાત્મ તરફ પ્રયાણ થશે. વેવાહિક જીવનમાં ખુશિઓ આવશે. આ દરમ્યાન તમે કોઈ નવો ધંધો શરુ કરી શકો છો.

૧૦. મકર

આઠમાં ભાગમાં શુક્ર નું સ્થાન જોવા મળશે. આમ થવાથી તમારી કમાઈના સાધનોમાં વૃધ્ધિ થશે. લગ્ન જીવનમાં ખુશીયો આવશે.કોઈ ફાયદાકારક મોટી ડીલ થઇ શકે છે. કામ કરવાના સ્થળે સહકર્મીઓ સાથે સારો મનમેળ રહેશે. આ સમય તમારા માટે લોન લેવા અથવા નવી શરૂઆત કરવા માટે વધુ સારો છે.

૧૧. કુંભ

શુક્ર તમારી રાશિના સાતમાં ભાગમાં પ્રવેશ કરશે. આ રાશી માટે મિશ્રિત ફળદાયી હશે. લગ્ન જીવનમાં સાનુકુળતા રહેશે. પદ પ્રતિષ્ઠા માં વૃદ્ધિ થશે. દુશ્મનો પરાસ્ત થશે . સંતાનોના વિષયમાં સારા સમાચાર મળશે. વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. ભાગ્યનો ખુબ સાથ રહેશે.

૧૨. મીન

રાશિના છઠા ભાગમાં પ્રવેશ કરશે શુક્ર. આ લાભદાયી નીવડશે. આ દરમ્યાન તમે વધુ ઉર્જાવાન અનુભવશો . અટકી ગયેલું પ્રમોશન મળશે અને એના કારણે ખર્ચા વધવાના અણસાર છે. તમારા ભાઈ બહેન ને લાભ થશે. અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો માનવામાં આવે છે.