કોરોના વાયરસનાં વધતા જતા કેસોમાં પોલીસની ભૂમિકા નોંધપાત્ર રીતે મહત્વની બની છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે પોલીસ અધિકારીઓ લોકડાઉન લાગુ કરવા સખત મહેનત કરી રહ્યા છે. આવા સમયે મધ્યપ્રદેશનાં ઇન્દોરનાં આઈજી વિવેક શર્માએ તેના પોલીસકર્મીઓને પ્રોત્સાહન આપવા માટે હમ હોગે કામયાબ ગીત ગાયું હતું.
આઈજી વિવેક શર્માએ કહ્યું કે, આ ગીતમાં એક મોટો સંદેશ છુપાયો છે, જો આપણે સાથે મળીને ચાલીએ તો આપણે આ યુદ્ધ જીતી શકીશું. આપણે કોરોનાથી ડરશું નહીં, તો જ આપણે સફળ થઈશું. જણાવી દઇએ કે, મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાનાં કેસો ખૂબ ઝડપથી વધી ગયા છે. ઈન્દોરમાં કોરોના વાયરસનાં ચેપથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 32 થઈ ગઈ છે. મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી પ્રવીણ જડિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં રહેતા 70 વર્ષીય પુરુષ અને 65 વર્ષીય પુરૂષે સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
#WATCH मध्य प्रदेश, इंदौर I.G. विवेक शर्मा ने पुलिस कर्मियों का हौंसला बढ़ाने के लिए ‘हम होंगे कामयाब’ गाना गाया -‘साथियों इस गीत में एक बड़ा संदेश छुपा हुआ है अगर हम साथ-साथ हाथ में हाथ डालकर चलेंगे तो इस जंग को जीत सकते हैं। हम कोरोना से डरेंगे नहीं तभी हम कामयाब होंगे।’ pic.twitter.com/AAInJc5kXp
— ANI_HindiNews (@AHindinews) April 12, 2020
અધિકારીઓએ જણાવ્યું કે, શહેરમાં છેલ્લા 48 કલાક દરમિયાન કોરોના વાયરસનાં 49 નવા દર્દીઓ મળી આવ્યા છે, જેમાં ખાનગી હોસ્પિટલનાં ડૉક્ટર અને એક નર્સનો સમાવેશ થાય છે. આ પછી શહેરમાં આ રોગચાળાનાં દર્દીઓની સંખ્યા વધીને 298 થઈ ગઈ છે. જેમાંથી 32 લોકોનાં સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. એટલે કે, શહેરમાં કોવિડ-19 દર્દીઓનો મૃત્યુ દર 10.74 ટકા છે. આંકડાઓનું વિશ્લેષણ બતાવે છે કે શહેરમાં કોવિડ-19 દર્દીઓનોં મૃત્યુ દર છેલ્લા ઘણા દિવસોથી રાષ્ટ્રીય કક્ષાની તુલનાએ ઉંચો રહ્યો છે. ઇન્દોરમાં કોરોના વાયરસનાં દર્દીઓ મળ્યા બાદ 25 માર્ચથી વહીવટીતંત્રએ શહેરી સરહદમાં કર્ફ્યુ લગાવી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.