નિત્યાનંદ આશ્રમમાંથી છેલ્લા કેટલાક સમયથી પોતાની પુત્રીઓ ગુમ થઇ હોવાના એક માતા પિતાના દાવા બાદ તેમની બીજા નંબરની દિકરી નિત્યાનંદિતા આખરે મીડિયા સમક્ષ હાજર થઇ હતી. તેણે પોતે વેસ્ટ ઇન્ડીઝથી વીડિયો કોન્ફરન્સ કરીને મીડિયા તથા પોલીસને સવાલોના જવાબ આપ્યા હતા. જેમાં નિત્યનંદિતાએ કેટલીક ચોકાવનારી વિગતો પણ જણાવી હતી. સાથે પત્રકારોના કેટલાક પ્રશ્નોના પણ તેણીએ જવાબ આપ્યા હતા.
નિત્યનંદિતાની વીડિયો કોલિંગથી વાતચીતમાં તેણીએ જણાવ્યું હતું કે, “હું અહીં ખુબ જ ખુશ છું, હું મારા પરિવાર થી દુર રહેવા માંગું છું, હું અને મારી બહેન અમારી મરજીથી ગયા છીએ, આ યોગીની સંસ્થા મહિલાઓની સંસ્થા છે. હું મારું અપહરણ નથી થયું. હું મારી મરજીથી ટ્રાવેલિંગ કરી રહી છું. મને આ બધા વિવાદથી દુઃખ થઈ રહ્યું છે. તેમજ મારું કોઈ શોષણ કરવામાં નથી આવ્યું અને હું પરિવારથી ભાગી પણ નથી રહી.
અમારા ફેમિલી પ્રોબ્લેમ હોવાને કારણે, હું અને મારી બહેન ફેમિલીથી દુર રહીએ છીએ.આ મારા ઘર નો અંગત મામલો છે. મારા પિતા દ્વારા ચિટિંગ કરવામાં આવ્યું છે, મારી માતાને જગદીશ નામના વ્યક્તિ સાથે અફેર છે, તે જગદીશ મારી સાથે ખરાબ વર્તન કરતો હતો, આગળ પણ હજુ પણ જેટલી પણ લીગલ પ્રોસેસમાં મારી જરુર પડશે હું લીગલ સપોર્ટ કરીશ. હું કોર્ટને પણ જવાબ આપીશ કે હું ક્યાં છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.