બેકાબૂ કારનો એક ભયાનક વીડિયો કર્ણાટકનાં બેંગલુરુથી સામે આવ્યો છે. એક હાઇ સ્પીડ બેકાબૂ કાર અચાનક આવી અને ફુટપાથ ઉપર ચાલી રહેલા લોકોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, વાહનનો ચાલક નશામાં હતો, જેના કારણે આ મોટો અકસ્માત સર્જાયો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમા સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, બેંગલુરુનાં એચએસઆર લેઆઉટ વિસ્તારમાં એક હાઇ સ્પીડ કાર આવે છે અને ફૂટપાથ પર ચાલતા લોકોને ટક્કર મારે છે. આ કાર રસ્તાની બાજુએથી આવે છે અને તે રસ્તાનાં કિનારે પાર્ક કરેલી બાઇક અને સાયકલ ઉડાવતા ફૂટપાથ સુધી પહોંચે છે. જ્યા કેટલાક પુરુષો અને મહિલાઓ ચાલતા દેખાઇ રહ્યા છે, પરંતુ કારે તેમને પણ જોરદાર ટક્કર મારી હતી. જેમા ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઘટના રવિવારે બપોરનાં ત્રણ વાગ્યાની હોવાનુ સામે આવ્યુ છે.
પોલીસનાં જણાવ્યાં મુજબ, જે દુકાનની સામે અકસ્માત થયો હતો તે હોટલ હતી અને લોકો બહાર રહી તેમના વારો આવવાની રાહ જોઈ રહ્યા હતા, ઉપરાંત કેટલાક લોકો ત્યાંથી પસાર પણ થઈ રહ્યા હતા. સ્થાનિક ટ્રાફિક પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધાવી છે અને કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ સિવાય પોલીસે વાહન પણ કબજે કર્યું છે. પોલીસે દારૂનાં નશામાં વાહન ચલાવવું અને વધુ ઝડપે વાહન ચલાવવા બદલ વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.