રાજય માં આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે લોકો જાહેર નિયમો નો ભંગ કરીને જન્મદિવસની ઉજવણી કરતા હોઈ છે ત્યારે આવી જ એક ઘટના સૌરાષ્ટ્રના રાજકોટ માં બની હતી જેમાં વાયરલ થયેલા વીડિયોમાં બર્થ-ડે ઉજવણી દરમિયાન એક યુવક ફાયરિગ કરતો જોવા મળી રહ્યો છે વીડિયોમાં દેખાતો યુવક એક બાદ એક 6 રાઉન્ડ ફાયરીંગ કરે છે. વાયરલ વીડિયોમાં અજયરાજસિંહ જાડેજાનું પણ ટેગ કરાયું છે ત્યારે પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે મહત્વનું છે કે યુવક પાસે પિસ્તોલ ક્યાંથી આવી? આવા અનેક સવાલો થઇ રહ્યા છે તેમજ પોલીસે આગળ તપાસ હાથ ધરી છે .