મુંબઈ
પૂર્વ ટીવી એક્ટ્રેસ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જયારે પોતાના ૩૫ વર્ષ જુના ઘરે પહોચ્યા હતા ત્યારે ઘણા ભાવુક થઈને રડી પડ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ મામલા પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે પોતાની જૂની વાતોને યાદ કરતા દેખાઈ રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમના એકાઉન્ટ પર હોમ નું કેપ્શન લખીને આ વિડીયો શેર કર્યો છે.
તમને આ વિડીયો વિશે જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાનીનો આ વિડીયો વેબ સીરીઝના પ્રોમોશનનો એક ભાગ છે. સીરીયલ માટે દુનિયામાં જાણીતી એકતા કપૂર પોતાની નવી વેબ સીરીઝ ‘ હોમ ‘ લાવી રહી છે. આ કારણે સ્મૃતિ ઈરાનીની પોતાના ઘર સાથેની જૂની યાદોને શેર કરી છે. આ વિડીયો એકતા કપૂરે પોતાના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટ પણ શેર કર્યો છે. આ નવી વેબ સીરીઝ અલ્ટ બાલાજી ડીજીટલ એપ પર ૨૧ સપ્ટેમ્બરના રોજ રીલીઝ થશે.
સ્મૃતિ ઈરાનીએ બીજા એક ટ્વીટમાં કહ્યું છે કે હોમથી મુંબઈ સુધી સમય બદલાયો અને ઘર પણ બદલાયુ પરંતુ કેટલાક સંબંધ અને યાદો આજે પણ કાયમ છે. તમને જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાનીએ ટીવી સીરીયલ ‘ ક્યોંકી સાસ ભી કભી બહુ થી ‘ થી કરી હતી. આ સીરીયલ એકતા કપૂરની હતી જેમાં સ્મૃતિ ઈરાની તુલસીનું પાત્ર ભજવતા હતા.
સ્મૃતિ ઈરાની ગુડગાવમાં તે વિસ્તારમાં ગઈ હતી જ્યાં તે ૩૫ વર્ષ પહેલા રહેતી હતી. જયારે પોતાની આ જૂની જગ્યાને બદલી ગયેલી જોઈ ત્યારે તેના આંખમાં આંસુ આવી ગયા હતા અને તે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી હતી. તે જ્યાં પહેલા રહતી હતી હાલ ત્યાં એવું કઈ જ હતું નહી. બધું બદલાઈ ગયું હતું. તે જોવે છે કે તેમનું જુનું ઘરના નામોનિશાન રહ્યા નથી.
આ વિડીયોમાં તે પોતાના પાડોશીઓને મળતા દેખાઈ રહી છે. જયારે તે પોતાના જુના ઘરે જાય છે ત્યારે તે પોતાના પાડોશી સાથે જૂની યાદોને તાજા કરે છે. પોતાની સાથે રહેલા લોકોને તે બતાવે છે કે અહિયાં અમારું ઘર હતું પરંતુ ૩૫ વર્ષ બાદ ત્યાં બધું બદલાઈ ગયું છે. એ સમયે તેનું ઘર સ્મૃતિ ઈરાનીને એટલું મોટું લાગતું હતું કે તે કચરા-પોતા પણ કરી શકતા નહોતા. પોતાની જૂની યાદોને યાદ કરતા કહે છે કે એક વખત તેમના લીધે સ્ટોર રૂમમાં આગ લાગી ગઈ હતી.
એટલું જ નહિ પરંતુ તે ગલીઓમાં જઈને ત્યાના સ્ટ્રીટ ફૂડનો આનંદ પણ લેતા પણ વિડીયોમાં દેખાઈ રહી છે.