ગતરાત્રીએ નવસારી, સુરત અને ડાંગ જિલ્લામાં અવરિત વરસાદ પડી આવતા જીલ્લાનાં તમામ લોકોમાં ખુશી જોવા મળી હતી.
ત્યારે વાત કરીએ નવસારીનાં જલાલપોરમાં ૧૨ એમ.એમ.વરસાદ નોંધાયો છે. અન્ય ક્ષેત્ર પર નજર કરીએ તો ગણદેવીમાં ૩૭ એમ.એમ.વરસાદ નોંધાયો છે. જ્યારે ચીખલીમાં ૧૨ એમ.એમ.વરસાદ નોંધાયો છે. તો ખેરગામમાં ૧૬ એમ.એમ.વરસાદ નોધાયો છે. આમ સમગ્ર નવસારીમાં મેઘરાજાનું આગમન થઇ ચુક્યું છે. જેણે વાતાવરણમાં ભીનાશ ફેલાવી દીધી છે અને આ વરસાદે લોકોનાં ચહેરા પર પણ સ્મિત વસાવી દીધું છે.
તો બીજી તરફ ડાંગ જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદ શરૂ થઇ ગયો હતો. સતત વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. જેના કારણે સાપુતારા-વઘઇ માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે. તો સ્થાનિક નદીઓ અને ચેકડેમોમાં નવા નીર આવ્યા છે. જેના કારણે ખેડૂતોમાં આ મોસમ માટે ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.