વડોદરા,
વડોદરામાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાય છે, નદીઓના પાણી શહેરમાં ઘૂસી ગયા છે, સાથે સાથે નદીમાં રહેતા મગરોએ પણ સોસાયટીઓમાં ઘુસી ગયા છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં મગર એક સોસાયટી સુધી પહોંચી ગયો છે. મગરો દેખાતા હવે વડોદારાવાસીઓમાં ભયનો માહોલ છવાયો છે.
વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે મગર સોસાયટીમાં ઘૂસેલો છે, અહીં તે બે કુતરો છે તેમાંથી એક કુતરા પર હુમલો કરે છે, જો કે કુતરુ સદનસીબે બચીને ભાગી જાય છે.
વાયરલ વીડિયોમાં બે વ્યક્તિઓ પણ જોવા મળી રહ્યા છે, જે મગરને પકડવા હાથમાં દોરડા લઇને ઉભા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.