Not Set/ ખેડા: વિદ્યાસહાયકની ભરતી કૌભાંડ બાબતે તપાસ શરૂ, 2009માં 17 વિદ્યાસહાયકોની ભરતી થઇ હતી

ખેડા, ખેડા જિલ્લા પંચાયતમાં ચકચારી બનેલા વિધાસહાયક ભરતી કૌભાંડ બાબતે ફરી એકવાર તપાસનો ધમધમાટ શરૂ થવા જઇ રહ્યો છે. ૨૦૦૮ ભરતી કૌભાંડમાં શિક્ષણ વિભાગે પોતાની અણઆવડત છતી કરતા કોર્ટે તમામ શિક્ષકોને પરત નોકરી પર લેવા ઓર્ડર કરી દીધો છે. પરંતુ અરજદાર દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરીયાદ કરીને હવે ૨૦૦૯ ભરતીકાંડ પરથી પડદો ઉચકવા પ્રયાસ કરાયો છે. […]

Gujarat Others
mantavya 281 ખેડા: વિદ્યાસહાયકની ભરતી કૌભાંડ બાબતે તપાસ શરૂ, 2009માં 17 વિદ્યાસહાયકોની ભરતી થઇ હતી

ખેડા,

ખેડા જિલ્લા પંચાયતમાં ચકચારી બનેલા વિધાસહાયક ભરતી કૌભાંડ બાબતે ફરી એકવાર તપાસનો ધમધમાટ શરૂ થવા જઇ રહ્યો છે. ૨૦૦૮ ભરતી કૌભાંડમાં શિક્ષણ વિભાગે પોતાની અણઆવડત છતી કરતા કોર્ટે તમામ શિક્ષકોને પરત નોકરી પર લેવા ઓર્ડર કરી દીધો છે.

પરંતુ અરજદાર દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરીયાદ કરીને હવે ૨૦૦૯ ભરતીકાંડ પરથી પડદો ઉચકવા પ્રયાસ કરાયો છે. જેના કારણે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ૧૩ શિક્ષકોને હાજર રહ્યા હતા.

મહત્વની વાત છે કે ૨૦૦૯ દરમ્યાન ખેડા જિલ્લા પંચાયતમાં ૧૭ વિધાસહાયકોની ભરતી થઇ હતી, તેમ છતા જિલ્લા પંચાયત દ્વારા માત્ર ૧૩ જ શિક્ષકોને નોટીસ આપી હાજર રહેવા જણાવતા બાકીના ૪ સામે કાર્યવાહી કેમ નહીં તે બાબતે શંકાઓ ઉપજી રહી છે.

બાલાસિનોર તાલુકાના કઢૈયા ગામના અરજદાર હસમુખભાઇ પટેલે કરેલી અરજીને પગલે ૨૦૦૯માં થયેલ વિધાસહાયકોની ભરતીમાં નિયમો નેવે મુકીને લાગતા વળગતા ૧૭ ઉમેદવારોને નિમણૂકો આપી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે.

હવે આગળ શું.

વર્ષ ર૦૦૯ની ભરતીમાં કુલ ૧૪૦૬ અરજીઓ આવી હતી, પરંતુ આ અરજીઓમાં નામ ન હતા તેવા ૪ ઉમેદવારોને પણ નોકરી પર રાખી લેવાયા હોવાના આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે. જ્યારે મેરીટ યાદી કે વેઇટીંગ યાદીમાં પણ નામ ન હોય તેવા ૯ ઉમેદવારોને નિમણૂંક આપી દેવાઇ હોવાનું તપાસ સમીતીને ધ્યાન પર આવેલ છે. જેના પગલે તમામ ૧૩ ઉમેદવારોને બોલાવી તેમના જવાબ લેવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.