કાર્તિક વાજા, @ઉના, મંતવ્ય ન્યૂઝ
ઉનામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દિવ્યાંગ ચિત્રકાર બાળકીને મળી થયા આનંદવિભોર બાળકીએ બનાવેલ ચિત્ર મુખ્યમંત્રીને ભેટમાં આપ્યું. મુખ્યમંત્રી ઉના ખાતે કિસાન સૂર્યોદય યોજનાના લોકાર્પણ પ્રસંગે ઉનાની દિવ્યાંગ બાળકીની મુલાકાત લઇ તેણીએ બનાવેલ ચિત્રો જોઇને આનંદ વિભોર થયા હતા.
meeting / રાજકોટના 70 શિક્ષણવિદો સાથે નવી શિક્ષણનીતિના અમલીકરણ અંગે શિ…
ઉના શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી અને દિવ્યાંગ બાળકી દિવ્યા પરેશભાઈ ગોસાઈ જેમને ચિત્ર બનાવવાનો શોખ છે. અને છેલ્લા પાંચ વર્ષથી ચિત્ર બનાવે છે. દિવ્યાએ રાજ્ય સરકારની જિલ્લાકક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવ્યો છે. અને હવે તા.૧૨ જાન્યુ.ના રોજ રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લેશે. દિવ્યાની મુલાકાત લેવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 10 મિનિટ જેટલા સમયની રાહ જોઈ હતી. જ્યારે દિવ્યાએ પોતાના હાથે બનાવેલ મુખ્યમંત્રીનું ચિત્ર તેમને ભેટમાં આપ્યું ત્યારે આ ચિત્ર જોઇને મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા.
meeting / રાજકોટના 70 શિક્ષણવિદો સાથે નવી શિક્ષણનીતિના અમલીકરણ અંગે શિ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…