Not Set/ #vijayrupani સોશિયલ મીડિયાનાં માધ્યમ દ્વારા ત્રીજી વાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકો સાથે ઓનલાઈન સંવાદ સાંધ્યો

#vijayrupani સોશિયલ મીડિયાનાં માધ્યમ દ્વારા ત્રીજી વાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકો સાથે ઓનલાઈન સંવાદ સાંધ્યો હતો. CM વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, મને ભરોસો છે મારા ગુજરાતનાં ખેડૂતોનાં બાવડામાં રહેલી તાકાત પર : દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત મારા ખેડૂતનાં ખભ્ભામાં છે. CM વિજયભાઈ રૂપાણીએ વધુંમાં જણાવ્યું હતું કે, જેનામાં સપના જોવાની તાકાત છે એનામાં સામર્થ્ય હોય […]

Top Stories Gujarat Others
gujarat rupani #vijayrupani સોશિયલ મીડિયાનાં માધ્યમ દ્વારા ત્રીજી વાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકો સાથે ઓનલાઈન સંવાદ સાંધ્યો

#vijayrupani સોશિયલ મીડિયાનાં માધ્યમ દ્વારા ત્રીજી વાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકો સાથે ઓનલાઈન સંવાદ સાંધ્યો હતો. CM વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, મને ભરોસો છે મારા ગુજરાતનાં ખેડૂતોનાં બાવડામાં રહેલી તાકાત પર : દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત મારા ખેડૂતનાં ખભ્ભામાં છે.

CM વિજયભાઈ રૂપાણીએ વધુંમાં જણાવ્યું હતું કે, જેનામાં સપના જોવાની તાકાત છે એનામાં સામર્થ્ય હોય છે કે એ સપનાને સાકાર કરી શકે, મારી સરકારે એ સપના સાકાર કર્યા છે .

આજરોજ સોશિયલ મીડિયાનાં માધ્યમ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની કૃષિ, સિંચાઈ, ખેડૂતલક્ષી પરિસ્થિતિઓ અને સરકારી યોજનાઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે,

કૃષિ અને સિંચાઈ ક્ષેત્રે છેલ્લાં બે દાયકામાં વિશેષ ક્રાંતિ થઈ છે, મહત્વનાં નિર્ણયો અને યોજનાઓ દ્વારા સિંચાઈ અને કૃષિ ક્ષેત્રે આપણે ખૂબ વિકાસ સાધ્યો છે. વોટર ડેફીસ્યેટ સ્ટેટ તરીકે ગુજરાત પંકાયેલું હતું, દક્ષિણ ગુજરાતમાં ૨૦ ટકા ભૂભાગમાં ૮૦ ટકા વરસાદ પડે અને બાકીનાં ૮૦ ટકા વિસ્તારમાં ૨૦ ટકા વરસાદ પડે. એટલે કાયમ પાણીની અછત આપણે અનુભવી. પાણી વગર લોકોનું રહેવું શક્ય જ નથી. આવી મોટી ક્રીટીકલ સ્થિતિ આપણે વર્ષ ૨૦૦૦ની સાલ સુધી અનુભવી હતી. ૨૦૦૧માં નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા. વિકાસની રાજનીતિ તેમણે પ્રસ્થાપિત કરી, વિકાસની પૂર્વ શરત છે કે, પાણી અનિવાર્ય છે.

નરેન્દ્રભાઈએ પાણીવાળા વિસ્તારમાંથી અછતવાળા વિસ્તારમાં પાણી મોકલવાનું સંપૂર્ણ આયોજન કર્યું. નર્મદામાં અનેક વિધ્નો હતા એ વિધ્નો સંધર્ષ અને મહેનત કરીને પૂર્ણ કર્યા. નર્મદાનું કામ સંપન્ન કર્યું. નર્મદાનાં પાણી ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર સુધી પહોચાડવા માટે ૨૦૦૪માં સુજલામ સુફલામ યોજના બનાવી અને મહીસાગર-નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતનાં ગામડે-ગામડે પહોચાડ્યું. ૨૦૧૨માં સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છનાં ગામડે-ગામડે એ પાણી પહોચાડવાનું આયોજન થયું. સૌરાષ્ટ્રનાં દીકરા તરીકે મને ખૂબ આનંદ છે આ કામ પૂરું કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. પાણીની અછત એ તો સૌરાષ્ટ્ર-કચ્છવાળાથી વધુ કોઈ સમજી ન શકે. કારણ કે તેમણે પેઢીઓ સુધી અછતની અનુભૂતિ કરેલી છે. બે-બે બેડા પાણી માટે લોકો ટળવળતા હતા. અને એવી જ રીતે આદિવાસી વિસ્તારમાં માનવકડાણા આધારિત લીફ્ટ ઈરીગેશન અને ઊંચાઈવાળા વિસ્તારમાં પણ પાણી પહોચાડવાનું જબરદસ્ત આયોજનનાં કામનો આરંભ કર્યો છે.

ખેડૂતને શું જોઈએ? તો ખેડૂતને સમયસર સારું બિયારણ, સારું ખાતર જોઈએ. અને એટલા માટે સરકારે બોગસ બિયારણ કરનારા પર દર વર્ષે ઘોસ બોલાવીને આવા લેભાગુ લોકો કડક પગલા લઈ દૂર કર્યા છે. ભૂતકાળમાં કોંગ્રેસનાં રાજમાં યુરીયા માટે લાઈનો લાગતી અને લાઠીચાર્જ થતા હતા. એના બદલે યુરીયા સમયસર પૂરતું મળે, ખાતર પૂરતું મળે એટલે ખેતી આગળ વધે. અગાઉ લોન પર ૧૮-૧૮ ટકા વ્યાજ ખેડૂત પાસે લેવામાં આવતું હતું. ખેડૂત વ્યાજનાં ચક્કરમાં આત્મહત્યા કરતા હતા. અમે લોકોએ વ્યાજ ૦ ટકા કરી નાખ્યું, ૦ પર્શન્ટ લોન મળે. વ્યાજનાં પૈસા બેંકને સરકાર આપે છે અને ખેડૂત વ્યાજમુક્ત રહે. આટલી મહેનત પછી પણ પાક ન પૈસા ન મળે. આપણે ભૂતકાળમાં જોતા હતા કે, પાક રસ્તાઓ પર લોકો ફેંકી દેતા હતા. કારણ કે ભાવ જ ન મળે. તેની સામે સરકારે ટેકાના ભાવે ખરીદીને ખેડૂતનાં પાકનાં ભાવ ગગડી ન જાય, તેની મહેનત એણે ન જાય તેની ચિંતા કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ૯ હજાર કરોડની ખરીદી કરીને ખેડૂતને પૂરતો ભાવ મળે એની ચિંતા કરી છે. કોઈ વખત ચોમાસું નિષ્ફળ પણ જાય, પાક નિષ્ફળ જાય તો તેને પાક વીમો મળે. અગાઉ પાક વીમા માટે આંદોલનો થતા હતા. લાઠીચાર્જ કોંગ્રેસની સરકારમાં થયા, ગોળીબાર થયા. આજેય ખાંભીઓ ગામડે ઉભી છે જ્યારે અમે પાક વીમાની રકમ નિયમિત મળે એની ચિંતા કરી છે.

છેલ્લા ત્રણ વર્ષમાં મારી સરકારે જ્યારે-જ્યારે ખેડૂતો પર કુદરતી આફત આવી છે ત્યારે-ત્યારે સરકાર પડખે ઉભી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે, બનાસકાંઠાનાં પૂર વખતે ૮૦૦ કરોડ રૂપિયાનું પેકેજ ઘડીનાં છઠ્ઠા ભાગમાં સરકારે આપી દીધું હતું. ત્યાર પછીનાં વર્ષમાં જ્યારે વરસાદ ઓછો પડ્યો ત્યારે ૯૬ તાલુકાને ૧૮૦૦ કરોડ રૂપિયાનું પેકેજ સરકારે આપ્યું છે. આ વર્ષે પણ જ્યારે અતિવૃષ્ટિ થઈ, માવઠાઓ થયા, સમગ્ર ગુજરાતનાં ખેડૂતને એક સાથે ૩૮૦૦ કરોડ રૂપિયાનું પેકેજ સરકારે આપ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આટલા બધા ઓછામાં ઓછા ૩૪ લાખ ખેડૂતોને આ પૈસા સીધા તેમના ખાતા જાય, ભ્રષ્ટાચારની કોઈ બદબૂ ન હોય, સંપૂર્ણ રીતે પારદર્શી રીતે ૩૮૦૦ કરોડ રૂપિયાનું ડ્રીસ્તિબ્યુશન મારી સરકારે કર્યું છે. હમણાં તીડનું આક્રમણ થયું, તો ૩૫ કરોડ રૂપિયા તીડ માટે પણ નુકસાન થયું છે તેમને આપ્યા.

સરકાર સહાયતા આપે છે. ખેડૂતની પડખે ઉભી રહે છે સરકાર. અને ખેડૂત પુનઃસ્થાપિત થાય, નુકસાનમાંથી બહાર નીકળે એટલા માટે સરકાર સતત ચિંતિત છે. મને આનંદ એ વાતનો પણ છે કે, આ વખતે રવી પાકમાં વિક્રમ ઉત્પાદન ૧૨૭ ટકા ઉત્પપાદન થયું છે, આ પણ આપણા માટે ગૌરવની વાત છે. મને ભરોસો છે મારા ગુજરાતનાં ખેડૂતોનાં બાવડામાં એટલી તાકાત છે કે, જો તેને સમયસર આઠ કલાક લાઈટ મળે અને સાથેસાથે પાણી પણ પૂરતું મળે તો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત મારા ખેડૂતનાં ખભ્ભામાં છે. આ બધા માટેનું નક્કર પ્લાનિંગ આ ગુજરાતની સરકાર કર્યું છે. સ્પષ્ટ નીતિ, ચોખ્ખી દાનત સાથેસાથે ખેડૂતોનો પુરુષાર્થ, એની મહેનત એના ફળ સ્વરૂપે આજે આપને ખૂબ આગળ વધી શક્યા. ૨૦૦૦ પહેલા ગુજરાતમાં ૩૭ લાખ હેક્ટર જમીન સિંચાઈથી સમૃદ્ધ હતી, આ બે દાયકામાં જે મહેનત કરી, હવે ૭૦ લાખ હેક્ટર જમીન સિંચાઈવાળી બની છે. ૨૦૦૦ પહેલા ૧૯૫૦૦ કરોડ રૂપિયાનું ખેત ઉત્પાદન થતું હતું, આજે વધીને ૨૩૭૦૦૦ કરોડ ઉત્પાદન આપણે કરાવી શક્યા છીએ. છેલ્લા એક દાયકાથી ગુજરાતનો કૃષિ વિકાસદર એટલે કે, એગ્રીકલ્ચર જીડીપી લગભગ ડબલ ડીજીટમાં આપણે આગળ વધી રહ્યાં છીએ.

મારું સ્પષ્ટ માનવું છે કે, સાચી દિશામાં જેમ કે, પ્રધાનમંત્રી સન્માન નિધિ દર વર્ષે ખેડૂતોને ૬ હજાર રૂપિયા ખાતા દીઠ મળે છે. દર વર્ષે ૭૫ હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોને આપે છે. દેવા નાબૂદીની જુઠ્ઠી વાતો કરનાર લોકો ૨૦૦૯માં એક જ વખત આપ્યું, આખા દેશમાં ૫૫ હજાર કરોડ રૂપિયાનું દેવું નાબૂદ કર્યું. મને ખબર નથી ગુજરાતમાં કેટલા લોકોનું દેવું નાબૂદ થયું હશે પરંતુ ૫૫ હજાર કરોડ દસ વર્ષમાં એક વખત અને દર વર્ષે ૭૫ હજાર કરોડ રૂપિયા. ખેડૂત કદી માંગનારો નથી., ખેડૂત સ્વાભિમાની છે. ખેડૂતને વ્યવસ્થા જોઈએ છીએ. મહેનત કરવાની એનની આદત છે. અને એટલે જ ખેડૂતોની મહેનત, સરકારની વ્યવસ્થા અને સાથે મળીને હર હાથ કો કામ હર ખેત કો પાની.. જગતનો તાત વાસ્તવમાં સમૃદ્ધ બને.. ખેડૂતની આવક બમણી થાય.. ગામડું સમૃદ્ધ બનશે તો ગુજરાત સમૃદ્ધ બનશે એ દિશામાં આગળ વધી રહ્યાં છીએ. એટલે જ ગુજરાતનાં ખેડૂતનાં મોઢા પર સ્મિત છે. વિરોધીઓ ચિંતામાં છે. જેનામાં સપના જોવાની તાકાત છે એનામાં સામર્થ્ય હોય છે કે સપનાને સાકાર કરી શકે, મારી સરકારે એ સપના સાકાર કર્યા છે. સૌરાષ્ટ્રમાં ૫૫ તળાવ અનેક ડેમો આ વર્ષે ભરી દીધા છે. દોઢ વર્ષમાં સૌની યોજના પૂરી થવાની છે. ૧૧૫ ડેમો જોડાવવાનાં છે. ધસમસતા પૂરની જેમ પાણી ડેમમાં ઉનાળામાં આવે એ અદભૂત દ્રશ્ય હોય છે. ગુજરાતનો ખેડૂત એ વાસ્તવમાં આગળ વધી રહ્યો છે અને સરકાર આ ખેડૂતોની સરકાર છે, આ ગામડાઓની સરકાર છે, ગરીબોની સરકાર છે એ અમે સાર્થક કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.