@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેેન્દ્રનગર
લીંબડી તાલુકાનાં જનસાળી ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ચોરી થતી હોવાની ગ્રામ પંચાયત સભ્યો અને ગ્રામજનોએ પોલીસ, કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી હતી. માટીનું ગેરકાયદેસર ખનન ચાલવતા સરપંચ અને તા.પંચાયતનાં સભ્યનાં પુત્ર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાતા આખરે થાકીને જનસાળીનાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
Ahmedabad: “સેવા પરમો ધર્મ” આ યુવકે વૃધ્ધાશ્રમનાં વૃધ્ધોને હોટલમાં ભોજન જમાડયુ
જનસાળી ગ્રામ પંચાયતનાં સભ્યો સહિત ગ્રામજનોએ કલેક્ટર, ટીડીઓ, ડીવાયએસપી, ખાણ ખનીજ વિભાગ, મુખ્યમંત્રી સહિતની કચેરીમાં લેખિત રજૂઆત કરી જનસાળી ગામે જૂના રેવન્યુ સર્વે નં-56 સરકારી જમીનમાં સરપંચ વિજયભાઈ સોલંકી અને લીંબડી તા.પંચાયતનાં પૂર્વ સભ્ય ગગજીભાઈ ગોહીલનો પુત્ર અજીતભાઈ ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરાવી રહ્યાં હોવાની અનેકોવાર રજૂઆત કરી હતી. સરપંચ કે તેના સાગરિત વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત તો દૂર રહી પરંતુ તંત્ર દ્વારા લોકોની રજુઆતો ધ્યાને લઈ સ્થળ તપાસ પણ કરવામાં નહીં આવી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો હતો.
Crime: નકલી ડ્રાઈવીંગ લાઈસન્સ બનાવાનું રેકેટ ઝડપાયુ, ક્રાઈમબ્રાંચે 2 શખ્સોની કરી ધરપકડ
તપાસ કરવાની તસ્દી નહીં લેતાં તંત્ર વિરુદ્ધ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને કારણે જનસાળીના ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. તપાસમાં આવે ત્યારે અરજદારો અને ગ્રામજનોને જાણ કરવી સરપંચને પદ પરથી દૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…