કોરોનાનો કાળચ્રક એ હવે ગામડાઓને ભરડામાં લઈ લીધો છે. કોરોનાએ હવે શહેરની સીમાડા ઓળંગીને ગુજરાતના ગામડાઓ સુધી પહોંચી ગયો છે. શહેર કરતા હવે ગામડાઓમાં કોરોની પરિસ્થિત વધુ ગંભીર બની ગઈ છે. ગામડાઓમાં સક્રમણમાં વધારો થયો છે.
સૌરાષ્ટ્ર-મધ્ય ગુ.ના ગામોમાં 50 થી 100ના મોત
કોરોના શહેરોના સીમડા ઓળંગીને ગુજરાતના ગામડાઓ સુધી પહોંચી ગયો છે. સરકાર ભલે સારુ ગામ, કોરોના મુક્ત ગામ અભિયાન ચલાવતી હોય પણ ગામોમાં કેસ મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ઘણા ગામોમાં છેલ્લા 90 દિવસમાં 976 લોકોના કરોનાથી મોત થઈ ચૂક્યા છે. શહેરોમાં એક બાજુ કોરોના કાબુમાં આવ્યો છે.. ત્યારે બીજી બાજુ ગામડાઓમાં કોરોના કેસ સતત વધારો થઈ રહ્યો છે.
સૌરાષ્ટ્રના 4 ગામમાં 3 માસમાં 225 લોકોના મોત થયા છે. તો આંબડીયામાં 15 દિવસમાં 49 લોકોના મોત થયા છે. ગીરસોમનાથના દેવલીમાં 1 મહિનામાં 22 ડોલાસામાં 45 લોકોના મોત થયા છે. ગીર સોમનાથના ગામોમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. કોડીનાર તાલુકાના દેવલીમાં એક મહિનામાં 22 લોકો મોતને ભેટ્યાં છે..ગામમા ટેસ્ટ કીટના અભાવે કોરોનાનું સંક્રમણ ફેલાવો થયો છે.
- સૌરાષ્ટ્રના 4 ગામમાં 3 માસમાં 225 લોકોના મોત
- આંબડીયામાં 15 દિવસમાં 49 લોકોના મોત
- દેવલીમાં 1 મહિનામાં 22, ડોલાસામાં 45 લોકોના મોત
ગત માર્ચમાં સ્થાનિક સ્વારાજની ચૂંટણીટાણે લોકોની સેવાની ખાતરી આપનાર નેતાઓની નિષ્ક્રિયતા સામે આક્રોશ છે. કોરોનાના નિયમનો ભંગ કરી થયેલી રેલીથી સંક્રમણ ગામડાઓ સુધી પહોચી ગયુ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ગામડાઓમાં સ્થિતિ કર્યારે સુધરશે.