નિર્ભયા ગેંગરેપના દોષી વિનય શર્માને દિલ્હીની તિહાડ જેલમાં ખસેડવામાં આવ્યો છે. અગાઉ વિનય માંડોલી જેલમાં બંધ હતો.
અન્ય દોષિતો પહેલાથી જ તિહાર જેલમાં બંધ છે
નિર્ભયા કાંડને 16 ડિસેમ્બરે 7 વર્ષ પૂર્ણ
નિર્ભયા ગેંગરેપના દોષી વિનય શર્માને દિલ્હીની તિહાડ જેલમાં ખસેડવામાં આવ્યો છે. અગાઉ વિનય માંડોલી જેલમાં બંધ હતો. ૨૦૧૨ માં રાજધાનીદિલ્હીમાં બનેલી નિર્ભયાકાંડના ચારેય આરોપીને ફાંસીની સજા આપવામાં આવી હતી. વિનય શર્મા સિવાય બાકીના ત્રણ જે દોષી છે તે પહેલાથી જ તિહાર જેલમાં બંધ છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથેની ઘટના બાદ દેશમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાને લઈને ચારે બાજુ વિવાદનો વંટોળ છવાયેલો છે. દરમિયાન, 16 ડિસેમ્બર પણ આવી રહ્યો છે, જે દિવસે નિર્ભયાની ઘટના બની. આ બધાની વચ્ચે, તિહાડ જેલમાં પણ ભારે ચહલ પહલ જોવા મળી રહીછે.
નિર્ભયા ઘટનાના ચાર દોષિત વિનય શર્મા, મુકેશ, પવન અને અક્ષય હાલમાં તિહાર જેલમાં બંધ છે. જઘન્ય અપરાધ મામલે નીચલી કોર્ટે ચારેય ને ફાંસીની સજા આપી હતી . જે ઉપલી અદાલતે પણ માન્ય રાખી હતી. અહીં તિહાર જેલ વહીવટીતંત્રે અનેક જિલ્લાઓનો સંપર્ક કર્યો છે જેથી નજીકના ભવિષ્યમાં જો જલ્લાદની જરૂર પડે તો ત્યાંથી વ્યવસ્થા ગોઠવી શકાય, સાથે દોરડાઓ પણ મંગાવવામાં આવ્યા છે.
ભૂતકાળમાં, દોષી વિનય શર્માએ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સામે દાખલ કરેલી દયા અરજી પરત અપીલ કરી હતી. વિનય વતી દલીલ કરવામાં આવી હતી કે તેણે અરજી પર સહી કરી નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી સરકારે દોષિતોની દયા અરજીને રદ કરવાની અપીલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.