વડોદરાના અલકાપુરી અંડરપાસમાં બુધવારે સાંજે 5.45 વાગ્યે શોર્ટ સર્કિટથી ભારે આગ લાગી હતી. જ્વાળાઓ જોઈને આસપાસની ઝાડ અને ઝાડીઓને ઝાડ આગની લપેટમાં આવી ગયા હતા. અને આગની જ્વાળાઓ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર પર પહોંચી ગઈ હતી.આગના ધૂમાડા 10 કિ.મી. દૂર સુધી દેખાયા હતા. જેના કારણે પ્લેટફોર્મ ખાલી કરાવવામાં આવ્યું હતું.તેમજ આ ઘટનાના પગલે નાસભાગ મચી ગઇ હતી. સ્ટેશનને શહેર સાથે જોડતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતાં.તેમજ મહા મહેનતે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
રેલવે સ્ટેશન વિસ્તારમાં લાગેલી ભીષણ ઘટનાની જાણ થતાં વડોદરા ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ વડોદરા પોલીસે આ આગ લાગવાનું કારણ શોધવા માટે તપાસ હાથ ધરી છે.તેમજ આ ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું નથી.