ગુજરાતમાં અવાર-નવાર હવામાં ફાયરિંગની ઘટનાઓ બનતી રહે છે અને સોશિયલ મીડિયામાં પર હવામાં ફાયરિંગના વીડિયો વાયરલ થતાં રહે છે. ત્યારે આવામાં વધુ એક હવામાં ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યો છે. રાજ્યના મંત્રીના પુત્રનો ફાયરિંગકરતો વીડિયો વાયરલ થતા અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. ભાવનગરના મહુવાના ધારાસભ્ય અને મંત્રી આર.સી.મકવાણાના પુત્ર અમિત મકવાણા સિક્યુરીટી ગાર્ડના હથિયારથી હવામાં ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
મંત્રી આર.સી મકવાણાના પુત્રએ જાહેરમાં ખુલ્લેઆમ પિતાના સિક્યોરિટી ગાર્ડના હથિયારનો ઉપયોગ કર્યો હતો. જે સરકારી મિલકત છે. શું નેતાઓને પોતાની સિક્યુરિટી માટે અપાયેલા હથિયારનો આ રીતે ઉપયોગ કરવાનો હોય છે.
આ મામલે મંત્રીજીના પુત્ર સામે લોકોએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો હતો. જાહેરમાં હથીયારનો ઉપયોગ કરનાર વિરૂધ્ધ કાર્યવાહી થશે કે કેમ? તેવો લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. લોકો કહી હય છે કે, શું ભાજપના મંત્રીનો પુત્ર હોવાથી હવામાં ફાયરિંગ કરવું શું કોઈ કાયદાનો ભંગ નથી થતો. જોકે, મંત્રી પુત્ર દ્વારા હવામાં ફાયરિંગ નો વાયરલ વીડિયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ નથી કરતુ.
અંગલેશ્વરમાં ડાયરામાં ફાયરિંગનો વીડિયો થયો હતો વાયરલ
થોડા દિવસ પહેલા પણ અંગલેશ્વરમાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો હતો. જેમા કાપોદ્રા વિસ્તારમાં રાત્રે એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના, અખિલ ભારતીય સંત સમિતિ અને તૃષિકુલ ગોધામ દ્વારા યોજાયેલા શાકોત્સવ કાર્યક્રમમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં સ્થાનિકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે અહીં નોટોનો વરસાદ પણ થયો હતો.
આ પણ વાંચો :વાવના MLA ગનીબેનનો મોટો આક્ષેપ, આ ગામમાં નિયમ વિરુદ્ધ થાય છે માટી ખોદાણ
આ પણ વાંચો : ગ્રામિણ મહિલાઓના લાભ અને ઉત્થાન માટે સતત કાર્યશીલ રહેતા આ મહિલા કલેક્ટર છે
આ પણ વાંચો :જીલ્લા કલેકટર કચેરી ખાતે ગૌપ્રેમીએ કરી અનોખી રીતે રજૂઆત
આ પણ વાંચો : કચ્છમાં મહિલા સંતોના સેમીનારમાં PM મોદીએ જાણો શું કહ્યું…