Not Set/ Viral Video/ વાંદરાને મળી એક ભેટ, તો માણસની જેમ જોવા લાગ્યો મેન્યુઅલ બુક

એક વાંદરનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વાંદરાની હરકતો જોવા જેવી છે. આ વીડિયોને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં તમે જોશો કે વાંદરાને ભેટ આપવામાં આવે છે. ભેટ લેતા જ વાંદરો ખુશ થઈ જાય છે અને પછી તે બોક્સ ખોલે છે. […]

Videos
a44e9cadaf5d3351f1cf047043a5f2f9 Viral Video/ વાંદરાને મળી એક ભેટ, તો માણસની જેમ જોવા લાગ્યો મેન્યુઅલ બુક
એક વાંદરનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વાંદરાની હરકતો જોવા જેવી છે. આ વીડિયોને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં તમે જોશો કે વાંદરાને ભેટ આપવામાં આવે છે. ભેટ લેતા જ વાંદરો ખુશ થઈ જાય છે અને પછી તે બોક્સ ખોલે છે.

વાંદરો જેવુ તે બોક્સ ખોલે છે તેમા તેને પાણીની બોટલ મળે છે. પાણીની બોટલ જોઇને વાંદરો ઘણો ખુશ થઇ જાય છે અને પછી બોટલનું ઠાકણું ખોલવાનો પ્રયત્ન કરે છે. પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે વાંદરો બોટલનું ઠાંકણું ખોલે છે અને પછી તેની આજુબાજુ જુવે છે અને પછી માણસની જેમ બોટલનો ઉપયોગ કરતા પહેલા હાથમાં મેન્યુઅલ બુક લે છે અને મજાથી જોવાનું શરૂ કરે છે. વાંદરાનાં ચહેરાનો આનંદ જોઈને તમે અનુભવશો કે વાંદરો ખરેખર તે પુસ્તક વાંચી રહ્યો છે અને તે વાંચવાની સાથે સાથે તેને સમજી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, આ વીડિયોને કોલ્ડેસ્ટ વોટર નામની કંપની દ્વારા શેર કરવામાં આવ્યો છે, આ વીડિયોમાં દેખાતા વાંદરાનું નામ જ્યોર્જ છે જે ગિફ્ટ બોક્સને અનરૈપ કરી રહ્યો છે જેમાં થર્મોસ છે. આ વીડિયોને આ વિશેષ કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે: જ્યોર્જ પાણીની બોટલને અનરૈપ કરી રહ્યો છે. વીડિયો યુટ્યુબથી લઈને યુટ્યુબ સુધીનાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે, જે પછી તે વાયરલ થઈ રહ્યો છે. અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી રેક્સ ચૈપમેન પણ તેના ટ્વિટર પર આ વીડિયોને શેર કર્યો છે, સાથે તેમા કેપ્શન લખ્યુ છે કે, “જ્યોર્જને નવો થર્મોસ મળ્યો. બધી સૂચનાઓ વાંચે છે…” આ વીડિયોને લોકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને આજ સુધી આ વીડિયોને 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને 30 હજાર લાઈક્સ અને 7 હજારથી વધુ કમેન્ટ મળી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.