ખુલાસો/ વિરાટ કોહલીએ આખરે તોડ્યું મૌન, કહ્યું -કેમ છોડી ટીમ ઈન્ડિયા અને RCBની કેપ્ટનશિપ?

વિરાટ  કોહલીએ કહ્યું કે તે દરેક કામમાં 120 ટકા આપવા માંગે છે અને જો તે આવું કરવામાં સક્ષમ ન હોય તો તે કોઈ પણ કામને પકડી શકે નહીં…..

Sports
વિરાટ કોહલીએ

વિરાટ કોહલીએ તાજેતરમાં જ ભારતીય ટી 20 અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ જણાવ્યું કે ટી-20 વર્લ્ડ કપ પછી તે ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડી દેશે અને આઈપીએલની આ સીઝન પછી બેંગ્લોરની કેપ્ટનશિપ છોડી દેશે. કોહલીના આ નિર્ણયથી તેના ફેન્સ ઘણાં નિરાશ છે અને ચોંકી પણ ગયા છે.

વિરાટ કોહલીએ ખુલાસો કર્યો કે શા માટે તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ભારતીય ટી 20 ટીમની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો. વિરાટ  કોહલીએ કહ્યું કે તે દરેક કામમાં 120 ટકા આપવા માંગે છે અને જો તે આવું કરવામાં સક્ષમ ન હોય તો તે કોઈ પણ કામને પકડી શકે નહીં. વિરાટ કોહલીએ તાજેતરમાં જ ભારતીય ટી 20 ટીમ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો. તેણે કહ્યું કે તે ટી 20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશીપ છોડી દેશે અને આઈપીએલની આ સીઝન બાદ બેંગલુરુની કેપ્ટનશીપ છોડી દેશે. કોહલીના આ નિર્ણયથી તેના ચાહકો ઘણો નિરાશ થયા હતા.

આ પણ વાંચો :તૂટયું દિલ છલક્યા આંસુ, ધોનીએ મેચ જીત્યા બાદ રડી રહેલી બાળકીને આપી આ ભેટ

વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે આ નિર્ણય પાછળનું સૌથી મોટું કારણ વર્કલોડ મેનેજમેન્ટ છે. ભારતીય કેપ્ટને એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે 120 ટકા જુસ્સા સાથે કોઈ પણ કામ કરવા માંગે છે. ‘સૌથી પહેલા તો કામનું ભારણ આનું મુખ્ય કારણ હતું. હું મારી જવાબદારીઓ પ્રત્યે અપ્રમાણિક બનવા માંગતો નથી. જો હું કોઈ કામને 120 ટકા ન આપી શકું તો હું તેમને પકડી ન રાખું. કોહલીએ 2013 આઈપીએલ સિઝનમાં બેંગ્લોરની કેપ્ટનશીપ સંભાળી હતી. તેમના પહેલા, ડેનિયલ વેટોરી આ ભૂમિકા ભજવી રહ્યા હતા. દરમિયાન બેંગ્લોરની ટીમ ચાર વખત પ્લેઓફમાં પહોંચી છે અને વર્ષ 2016 માં તે ફાઇનલમાં પહોંચી હતી.

આ પણ વાંચો :દિલ્હીને પરાજિત કરી ચેન્નઈની ટીમ 9મી વાર ફાઇનલમાં

વિરાટ કોહલીએ વર્ષ 2013ની આઈપીએલ સીઝનમાં બેંગ્લોરની કેપ્ટનશિપ સંભાળી હતી. આ પહેલા ડેનિયલ વિટોરી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના સુકાની હતા. આ દરમિયાન બેંગ્લોરની ટીમ ચાર વાર પ્લેઓફમાં પહોંચી હતી. વર્ષ 2016માં આરસીબીની ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી. 32 વર્ષીય વિરાટ કોહલીએ ખુલાસો કર્યો છે કે તે આ સીઝન પછી બેંગ્લોરની ટીમની કેપ્ટનશિપ છોડી દેશે. અત્યારે વિરાટ કોહલીનો પ્રયત્ન છે કે પોતાની ટીમને આઈપીએલની ટ્રોફી જીતાડે અને પહેલીવાર ચેમ્પિયન બનાવે.

ચોક્કસપણે વિરાટ કોહલી આગામી સીઝનમાં બેંગ્લોરના કેપ્ટન નહીં હોય, પણ તેણે સ્પષ્ટતા કરી છે કે તે અંતિમ મેચ સુધી આરસીબી સાથે રમવાનું પસંદ કરશે. આ પરથી લાગી રહ્યું છે કે વર્ષ 2022માં થનારા મેગા ઓક્શનમાં ટીમ કોહલીને રીટેન કરશે.

આ પણ વાંચો :ભારતની મહિલા ટીમને ઓસ્ટ્રેલિયાએ છેલ્લી T-20 મેચમાં 14 રનથી હરાવી,શ્રેણી 2-1થી ગુમાવી

આ પણ વાંચો : ભૂતપૂર્વ ક્રિકેટરે BCCIને સૂચવ્યું, કહ્યું- આ બંને પ્લેયરને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરો