ગોધરા/ એક મંદિર,એક કુવો,એક સ્મશાન”ના વિચાર સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમરસતા ગોષ્ઠિનું આયોજન કરાયું

વિશ્વ હિન્દુ પરિષદ,પંચમહાલ વિભાગ દ્વારા ગોધરા ખાતે સામાજિક સમરસતા વિભાગ દ્વારા વિચાર સમરસતા ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarat Others
dang 3 એક મંદિર,એક કુવો,એક સ્મશાન”ના વિચાર સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમરસતા ગોષ્ઠિનું આયોજન કરાયું

@મોહસીન દાલ, મંતવ્ય ન્યુઝ, ગોધરા.
વિશ્વ હિન્દુ પરિષદ,પંચમહાલ વિભાગ દ્વારા ગોધરા ખાતે સામાજિક સમરસતા વિભાગ દ્વારા વિચાર સમરસતા ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. અસ્પૃશ્યતાના દૂષણને દૂર કરવા સમરસ-સમર્થ સમાજના નિર્માણ માટે આ પ્રકારની ગોષ્ઠીનું આયોજન કરવામાં આવતું હોય છે. હિન્દુ સમાજ માટે એક મંદિર એક કુવો એક સ્મશાન હોવું જોઈએ.

આપણે સૌ એક સમાન, હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ એ પ્રકારની કલ્પના સમરસતા નિર્માણ માટે પૂજ્ય સંતો દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દલિત વસ્તીમા ભોજન ગ્રહણ કાર્યક્રમ કરવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ ખાતેના શિલાન્યાસ કાર્યક્રમમા શિલાન્યાસ એક દલિત બંધુના હસ્તે કરવામાં આવ્યું હતું. જે આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી સમયમાં પ્રત્યેક જિલ્લા મથકો પર આ પ્રકારની સમરસતા ગોષ્ઠીનું આયોજન કરવામાં આવનાર છે.

સાથે સાથે સમરસતા યાત્રા, સમરસતા યજ્ઞ જેવા કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવનાર છે. ગામડે ગામડે ઘરે ઘરે જઈ સામાજિક સમરસતા નિર્માણનું જાગરણ કરવામાં આવશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય સરસંઘચાલક સમરસતાના સંદર્ભમાં પોતાના ઘણા અનુભવો કહયા છે જેમાં એક મંદિર એક કુવો અને એક સ્મશાન જે નિર્માણ થાય તેઓ આગ્રહ કરવામાં આવે છે અંતમાં સમરસતા પ્રસ્તાવ પ્રારીત કરી અસ્પૃશ્યતા નાબૂદીનો સંકલ્પ લેવામાં આવ્યો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહિલા અંડર-૧૯ કપ્તાન તરીકે દલિત સમાજ ની દીકરી હિરલબેન સોલંકી,રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા મૂર્તિકાર કિરણભાઈ ચાંપાનેરીયા, વણિક સમાજની દીકરી રાજવી દક્ષેશભાઈ શાહ કે જેને હોમલેન્ડ સિક્યુરિટી ફ્રેન્ડ એન્ટી ટેરરિઝમમાં ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિન્ક્શનથી પાસ થયેલ છે.

તેમજ દલિત દંપતિ પરીક્ષિત ભાઈ ચૌહાણ જે રેલવે સુપ્રિટેન્ડેન્ટ ઓફીસમાં ફરજ બજાવે છે અને એમના ધર્મપત્ની સોનાલીબેન ચૌહાણ કે જેઓ એડવોકેટ છે આ સૌનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા અને કેન્દ્રીય મંત્રી દેવજીભાઈ રાવત,આરએસએસ ના નડિયાદ વિભાગના સંઘ ચાલકજી પરિમલભાઈ પાઠક, VHPના ક્ષેત્રીય સેવા પ્રમુખ રામભાઈ પટેલ, પંચમહાલ જિલ્લા સરકારી વકીલ રાકેશભાઈ ઠાકોર,એસસી એસટી -મોરચા બીજેપી પ્રદેશ મંત્રી નાથાભાઈ વણકર, પ્રોફેસર વિનોદભાઈ ગાંધી, માલવદિપસિંહ રાહુલજી, VHP પ્રાંત સહમંત્રી શંભુપ્રસાદ શુક્લ, વિભાગ મંત્રી ઈમેશભાઈ પરીખ, જિલ્લા મંત્રી નીલેશ ભાટિયા, કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ભગત તેમજ વિવિધ સમાજના અને વિવિધ ક્ષેત્રના કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.