Not Set/ VOIP EXCHANGE કોલ સેન્ટર ઝડપાયું, પાકિસ્તાનથી પણ અનેક કોલ આવ્યા હોવાનું ખુલ્યું

ક્રાઇમબ્રાન્ચની તપાસમાં પાકિસ્તાનથી પણ ભારતમાં કોલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જો કે આ પ્રકારના રૂટ કરાયેલા કોલનો કોઈ રેકોર્ડ રહેતો નથી,

Top Stories Ahmedabad Gujarat
atan 4 VOIP EXCHANGE કોલ સેન્ટર ઝડપાયું, પાકિસ્તાનથી પણ અનેક કોલ આવ્યા હોવાનું ખુલ્યું

ગલ્ફ દેશોમાંથી ભારતમાં આવતા ઇન્ટરનેશનલ કોલ ને લોકલ કોલમાં તબદીલ કરી ભારત સરકાર તેમજ નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓને નુકસાન પહોંચાડનાર એક આરોપીની અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી દ્વારા જે નેટવર્ક ચલાવવામાં આવતું હતું, તેમાંથી પાકિસ્તાનથી પણ કેટલાક કોલ થયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

  • VOIP EXCHANGE કોલ સેન્ટર ઝડપાયું
  • સરખેજનાં યુવકની કરાઈ ધરપકડ
  • ઈન્ટરનેશનલ કોલને લોકલમાં કરાતા કન્વર્ટ
  • પાકિસ્તાનથી પણ અનેક કોલ આવ્યા હોવાનું ખુલ્યું

તબરેજ કટારિયા, સરખેજનાં આ શખ્સે વોઈપ કોલ સેન્ટર શરૂ કરી લાખોની ઠગાઈ આચરી છે. ગલ્ફ દેશોમાંથી ભારતમાં વોઈપ કોલ કરવા પર પ્રતિબંધ હોવાથી ભારતમાં કોલ કરવો ખૂબ ખર્ચાળ હોય છે, જો કે પકડાયેલ આરોપી દ્વારા ગલ્ફ દેશોમાંથી ભારત ફોન કરવા ઇચ્છતા નાગરિકોને ખર્ચ બચાવવા માટે વિશેષ સોફ્ટવેર બનાવવામાં આવ્યું હતું. જેના મારફતે ISD કોલને લોકલ કોલમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા અને ત્યારબાદ VOIP સર્વિસનો ઉપયોગ કરી ઇન્ટરનેશનલ કોલને રૂટ કરીને લોકલ કોલમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. જેથી ખૂબ ઓછા ખર્ચે ગલ્ફ દેશોમાંથી ભારત કોલ થતા હતા આ સર્વિસ પુરી પાડવા માટે આરોપીઓ દ્વારા વપરાશકર્તા પાસેથી પેકેજ સ્વરૂપે નાણાં વસુલવામાં આવતા હતા. ગ્રાહકો દ્વારા કોલ કરતી વખતે વેઇટિંગ અથવા કોલ એન્ગેજ ન આવે તે માટે આરોપીઓ દ્વારા 1000 કોલની SIP લાઇન સાથેનું આખું સેટઅપ ઉભું કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા ઝડપેલા આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડવાયન માઈકલ ફેરિરા ઉર્ફે ટોની છે. જે પુણેનો રહેવાસી છે, તમામ સેટપ ટોની દ્વારા ઉભું કરવામાં આવ્યું હતું. આરોપીઓ દ્વારા ફક્ત 11 દિવસમાં જ 12.46 લાખ કોલ દુબઈ , ઓમાન તેમજ પાકિસ્તાન સહિતના દેશોમાંથી રૂટ કરીને ભારતમાં કરવામાં આવ્યા હતા, જેનાથી ભારત સરકાર તેમજ GSM નેટવર્ક પ્રોવાઇડ કરનારી કંપનીઓને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. ક્રાઇમબ્રાન્ચ દ્વારા ઝડપવામાં આવેલો તબરેઝ કટારીયા સરખેજનો રહેવાસી છે, જે ટોનીના સંપર્કમાં આવ્યો હતો અને અમદાવાદમાં કોલસેન્ટરનું સેટઅપ કરવા માટેની જગ્યા આરોપી દ્વારા પુરી પાડવામાં આવી હતી.

ક્રાઇમબ્રાન્ચની તપાસમાં પાકિસ્તાનથી પણ ભારતમાં કોલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જો કે આ પ્રકારના રૂટ કરાયેલા કોલનો કોઈ રેકોર્ડ રહેતો નથી, જેના કારણે દેશની સુરક્ષા અને સલામતીને પણ આવા કોલથી નુકસાન થવાની શકયતા રહેલી છે. હાલ તો ક્રાઇમબ્રાન્ચ દ્વારા મુખ્ય આરોપી ડવાયન માઈકલ ફેરિરા ઉર્ફે ટોનીને શોધવા અલગ અલગ ટિમો બનાવવામાં આવી છે. આરોપી ઝડપાયા બાદ આ કોલ સેન્ટરને લઈને મહત્વના ખુલાસા થવાની શકયતા ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

National / દેશમાં ઓમિક્રોનના કેસમાં સતત વધારો, મહારાષ્ટ્રમાંથી મળ્યા વધુ 2 કેસ

ઓમિક્રોનની આહટ / ઓમિક્રોનના કેસ વધે તે પહેલા સિવિલનું તંત્ર સજ્જ થયું આવી કરી છે વ્યવસ્થા..

ગુજરાત / પાટીદારો પરના તમામ કેસો પાછા ખેંચાશે, શહીદના પરિવારને નોકરી આપવામાં આવશે : CMનું આશ્વાસન