Dharma/ માનસિક તાણથી મુક્તિ મેળવવા માંગો છો.. તો અજમાવો આ અચુક ઉપાય 

શનિવારના દિવસે પીપળાના વૃક્ષ પાસે સરસવના તેલનો દિવો પ્રગટાવો અને ગરીબને ભોજન કરાવો. માન્યતા છે કે આવુ કરવાથી તનાવ દૂર થઈ જાય છે.

Religious Dharma & Bhakti
માનસિક તાણથી

આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ તણાવનો સામનો કરી રહ્યુ છે. તણાવ થી દૂર રહેવાની માણસ ભલે ગમે તેટલી કોશિશ કરી લે પણ છતા તણાવથી ધેરાયેલો રહે છે. અનેક લોકો તેનાથી છુટકારો મેળવવા માટે દવાઓની પણ મદદ લે છે. પણ આજે અમે તમને તમારી આ સમસ્યા ખતમ કરવાના કેટલાક ઉપાય બતાવી રહ્યા છે. જેને અપનાવીને તમે સહેલાઈથી આ રોગથી છુટકારો મેળવી શકો છો પણ બધા ઉપય સોમવરના દિવસે જ કરવાના છે.

કહેવાય છે કે ટેંશનને દૂર કરવ માટે સોમવારના દિવસે ખીર બનાવો અને સૌ પહેલા ભગવાન શિવને તેનો ભોગ લગાવો. રાત્રે જમ્યા પછી તમે તેને પોતે ખાવ.

સોમવરે રાત્રે સૂતા પહેલા ગાયત્રી મંત્રનો જાપ 9 વાર કરો. એવુ કહેવાય છે કે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ટેંશન દૂર થાય છે.

જો તમે વધુ તનાવમાં રહો છો તો સોમવારે મૂન સ્ટોન ધારણ કરો. ધ્યાન રહે કે મૂન સ્ટોન ચાંદીના ચેન સાથે ધારણ કરવુ વધુ શુભ માનવામાં આવે છે. એટલુ જ નહી મૂન સ્ટોન સાથે આરોગ્ય સંબંધી સમ્સ્યા પણ દૂર થાય છે.

શનિવારે જળમાં દૂધ મિક્સ કરીને ભગવાન શિવ પર અર્પિત કરો અને ૐ ચંદ્રશેખરાય નમ: મંત્રનો જાપ કરો. આ મંત્રનો 108 વાર જાપ કરો. એવુ માનવામાં આવે છે કે આવુ કરવાથી વેપાર સંબંધી તનાવ દૂર થાય છે અને ધનલાભ પણ થાય છે.

શનિવારના દિવસે પીપળાના વૃક્ષ પાસે સરસવના તેલનો દિવો પ્રગટાવો અને ગરીબને ભોજન કરાવો. માન્યતા છે કે આવુ કરવાથી તનાવ દૂર થઈ જાય છે.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ