Gandhinagar News: રાજ્યમાં નર્સિંગ સેક્ટરમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે 450 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની લેક્ચરર (સિલેક્શન સ્કેલ), ગુજરાત નર્સિગ સેવા, વર્ગ-1ની કુલ 5 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટેની વયમર્યાદા 47 વર્ષની છે અને પગાર રૂ. 78,800થી 2,09,200 મુજબનો છે.
GPSC Recruitment 2024- શૈક્ષણિક લાયકાત
ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓમાંથી પ્રાપ્ત કરેલ વિજ્ઞાન (નર્સિંગ) માં માસ્ટર ડિગ્રી; અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.
GPSC Bharti 2024 – અનુભવ
વિજ્ઞાન (નર્સિંગ) માં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ, ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય નર્સિંગ કૉલેજ, નર્સિંગ સ્કૂલ અથવા નર્સિંગની તાલીમ સંસ્થાઓનો અધ્યાપનનો 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ભારતીય નર્સિંગ કાઉન્સિલ અથવા સંબંધિત કાયદા હેઠળ સ્થાપિત ભારતમાં કોઈપણ રાજ્ય નર્સિંગ કાઉન્સિલમાં નામ નોંધાયેલું હોવું જોઈએ.
આ પણ વાંચો: બેંકમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે ખુશ ખબર! ઇન્ડિયન બેંકમાં કરાશે LBOની ભરતી
આ પણ વાંચો: લેટરલ એન્ટ્રીથી ભરતી મામલે વિવાદ બાદ કેન્દ્રએ જાહેરાત રદ કરી, PM મોદીની UPSCને સલાહ
આ પણ વાંચો: SBIએ કરી આ મોટી જાહેરાત… કરોડો ગ્રાહકોને થશે અસર, લોન લેવી મોંઘી થશે