ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે એક પછી એક ખૂન અને લૂંટ ની ઘટના ને અંજામ આપનારા સિરિયલ કીલર ને ઝડપી પાડવામાં ગુજરાત પોલીસ ને સફળતા મળી છે. ગાંધીનગર જેવા વિસ્તાર માં એક પછી એક હત્યા અને લૂંટ ને અંજામ આપીને ગાંધીનગર પોલીસની ઊંઘ હરામ કરનાર વોંટેડ સિરિયલ કીલર ઉર્ફે મદન માળી ઉર્ફે મોનિશ માળી ની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
મોનીશ માત્ર ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે અને પરિણીત છે, અને બાળક પણ છે, તે પોતે પેદલ રિક્ષા ચલાવવાનો ધંધો કરે છે. અને પરિવાર નું ગુજરાન ચલાવે છે.
વહેલી સવારે ઘરે થી કામ ધંધા ના બહાને નીકળી જતો અને અમદાવાદ ગાંધીનગર કેનાલ રોડ પર એકલ દોકલ જતાં આવતા પોતાનો શિકાર બનાવટો હતો. અને લૂતી લેતો હતો.2016માં ડિ કેબિન વિસ્તારમાં આવેલા એક મકાન માં થી તેને 1 પિસ્ટલ અને કેટલાક કારતૂસ ચોરી કર્યા હતા. અને ગાંધીનગર કેનાલ વિસ્તારમાં એકલ દોકલ આવતા જતાં લોકો ને પિસ્ટલ બતાવી ને લૂંટી લેતો હતો. પિસ્ટલ ચોરી કર્યા બાદ યુ ટ્યુબ પર પિસ્ટલ ચલાવતા શીખ્યો હતો. અને કેનાલ રોડ પર ફાયરિંગની પ્રેક્ટિસ પણ કરતો હતો. એટીએસ ડીવાયએસપીએ વધુ માહિતી આપતા જણાવ્યુહતું કે, મોનીશે અનેક લૂટ ની ઘટના ને અંજામ આપ્યો છે, જો કોઈ પૈસા આપવાની ના પડે તો તેના માથામાં ગોળી મારી હત્યા કરી નાખતો હતો. વર્ષ 2018 -19માં જેમની હત્યા કરી છે, તે તમામે પૈસા આપવાની ના પડતાં તેમણે માથાના ભાગે ગોળી ધરબી દઈને તેમની હત્યા કરી હતી.
આરોપી મોનીશ માલી પર ત્રણ હત્યાના ગુના દાખલ છે. છેલ્લા 9 મહિનાથી પોલીસથી બચીને અલગ-અલગ રાજ્યમાં ફરતો હતો. ગાંધીનગરના એક સીસીટીવીમાં તે હત્યા ને અંજામ આપતો કેદ થઈ ગયો હતો. અને ગાંધીનગર પોલીસે વિવિધ જગ્યાએ તેના પોસ્ટર લગાવ્યા હતા. તે તેના ધ્યાનમાં આવતા તેને પોતાનો ગેટઅપ અને ઘર બંને બદલી નાખ્યા હતા. ગેટઅપ ચેન્જ માટે તેને પોતાના વાળ નાના કરવી દીધા હતા અને મૂછો પણ રાખવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે આરોપીના માથે 2 લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું. આખરે ગુજરાત એટીએસની ટીમે તેની ધરપકડ કરી લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન