વિનાશક સમુદ્રી ચક્રાવાત “વાયુ” ચાર દિવસ ગુજરાતના જનતા અને સરકારી મશિનરી સહિતનાંને બાનમાં રાખી હવાયુ અને ઓમાન તરફ ફંટાયાની માહિતી હવામાન વિભાગે આપી હતી. “વાયુ” ગયું તેવુ થતા તંત્રએ માંડમાંડ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યા ફરી વાયુએ પલ્ટી મારી હોવાની હવામાન વિભાગ દ્રારા માહિતી આપવામા આવી રહી છે.
પ્રપ્ત માહિતી અનુસાર ઓમાન તરફ ફંટાયેલુ ચક્રાવાત વાયુ હાલ કચ્છ તરફ મંડરાયું છે અને કચ્છનાં દરિયાકાંઠા ટકરાવવાની સંભાવનાં જોવાઇ રહી છે. ત્યારે વાયુનું સંકટ ગુજરાત પર યથાવત જોવા મળી રહ્યું છે. વાયુ ચક્રવાત ઊંઘી દિશામાં ફરી રહ્યું છે હોવાની માહિતી હાલ પ્રપ્ત થઇ રહી છે.
વાયુની રીતે દિશા બદલતા હાલ કચ્છ પર ખતરો મંડરાય રહ્યો હોવાની સંભાવનાં જોવામાં આવી રહી છે. તો કચ્છનાં દરિયાકાંઠે પાસે પહોંચી વાયુ ફરી ડિપ – ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્રારા જોવામા આવી રહી છે.વાયુની વળતી ચાલથી કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 17 અને 18 જૂને કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.