indonesia/ ચેતવણી…છતાં ચઢી રહ્યાં હતા પર્યટકો જ્વાળામુખી ફાટ્યો અને…….

વીડિયોમાં, આકાશમાં રાખના વિશાળ વાદળને જોઈને ટેકરી પર ચડતા લોકો ગભરાઈને ભાગતા જોઈ શકાય છે. આ જ્વાળામુખી………….

World Trending
Image 2024 08 25T144048.952 ચેતવણી...છતાં ચઢી રહ્યાં હતા પર્યટકો જ્વાળામુખી ફાટ્યો અને.......

Indonesia News: ઈન્ડોનેશિયામાં (Indonesia) માઉન્ટ ડુકોનો (Mount Duco) જ્વાળામુખી (Volcano) અચાનક ફાટવાથી પ્રવાસીઓનું એક જૂથ સ્તબ્ધ થઈ ગયું હતું. પોતાનો જીવ બચાવવા લોકો પાછળ દોડવા લાગ્યા અને ખતરનાક ઢોળાવ પરથી ઉતરવા લાગ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવેલા વીડિયોમાં આ ભયાનક દ્રશ્ય જોઈ શકાય છે.

વીડિયોમાં, આકાશમાં રાખના વિશાળ વાદળને જોઈને ટેકરી પર ચડતા લોકો ગભરાઈને ભાગતા જોઈ શકાય છે. આ જ્વાળામુખી વિસ્ફોટ આ મહિનાની શરૂઆતમાં થયો હતો, જેનો નજારો ડ્રોનમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. રાખના વાદળને તેમની તરફ જતા જોઈને પ્રવાસીઓનું જૂથ ડરી ગયું અને માઉન્ટ ડુકોનોના ખડકાળ વિસ્તારમાં પાછળની તરફ ભાગવા લાગ્યું.

આ ઘટનામાં તમામ પ્રવાસીઓ બચી ગયા હતા. ઇન્ડોનેશિયાની નેશનલ ડિઝાસ્ટર એજન્સીની ચેતવણી છતાં, પ્રવેશ પ્રતિબંધ હોવા છતાં પ્રવાસીઓ હલમહેરાના ખતરનાક વિસ્તારમાં પ્રવેશ્યા હતા. અમે તમને જણાવી દઈએ કે હલમહેરા એક દૂરસ્થ ટાપુ છે જે તેના ઉબડ-ખાબડ વિસ્તાર અને વિરલ વસ્તી માટે જાણીતું છે.

એજન્સીએ માઉન્ટ ડુકનો જ્વાળામુખી પર ચઢવા સામે કડક ચેતવણી જારી કરી હતી, જે 1930ના દાયકાથી વધી રહેલી જ્વાળામુખીની પ્રવૃત્તિને કારણે સતત ફાટી નીકળવાની સ્થિતિમાં છે. જોકે, આ ચેતવણીઓને અવગણવામાં આવી હતી, જેમ કે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે.

સેન્ટર ફોર વોલ્કેનોલોજી એન્ડ જીઓલોજિકલ ડિઝાસ્ટર મિટિગેશનના વડા પ્રિયાતિન હાદી વિજયાએ જણાવ્યું હતું કે, “લોકોને આ સમયે જ્વાળામુખીની પ્રવૃત્તિમાં વધારો થવાને કારણે ડુક્નો પર્વત પર ચઢવા અથવા તેની નજીક ન જવાની સલાહ આપવામાં આવે છે.”



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાકિસ્તાનની સંસદમાં હવે બિલાડીઓની થશે ભરતી,12 લાખનું બજેટ રજૂ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: PM મોદીના રશિયા પ્રવાસ પર અમેરિકન રાજદૂત ગુસ્સે થયા, ભારતનો પણ જડબાતોડ જવાબ

આ પણ વાંચો: યુક્રેન વિવાદ વચ્ચે ભારત રશિયાની નજીક આવતા અમેરિકા શા માટે ચિંતિત ?