Bollywood/ ‘ગદર’ ફેમ અમીષા પટેલ વિરુદ્ધ વોરંટ ઈશ્યુ, એક્ટ્રેસ પર લાગ્યો આ ગંભીર આરોપ

અમીષા પટેલ અને તેના સાથીઓએ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે 11 લાખ રૂપિયા લીધા હતા. પરંતુ અમીષાએ ઈવેન્ટના દિવસે ઈવેન્ટમાં હાજરી આપી ન હતી.

Entertainment
અમીષા પટેલ

બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલની મુશ્કેલી ફરી એકવાર વધી ગઈ છે. મુરાદાબાદની ACJM-5 કોર્ટે અભિનેત્રી વિરુદ્ધ વોરંટ જારી કર્યું છે. વાસ્તવમાં આ મામલો 16 નવેમ્બર 2017નો છે. અમીષા પટેલ અને તેના સાથીઓએ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે 11 લાખ રૂપિયા લીધા હતા. પરંતુ અમીષાએ ઈવેન્ટના દિવસે ઈવેન્ટમાં હાજરી આપી ન હતી. આ પછી ડ્રીમ વિઝન ઈવેન્ટ કંપનીના માલિક પવનકુમાર વર્માએ અમીષા પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કેસની સુનાવણીમાં હાજર ન રહેવા બદલ અમીષા વિરુદ્ધ હવે વોરંટ જારી કરવામાં આવ્યું છે. હવે આ મામલે મુરાદાબાદ કોર્ટમાં 20 જુલાઈએ સુનાવણી થશે. અમીષાએ આ સુનાવણીમાં હાજરી આપવી પડશે.

આ સમગ્ર મામલે વાત કરતા ડ્રીમ વિઝન ઈવેન્ટ કંપનીના માલિક પવન કુમાર વર્માએ જણાવ્યું કે, ‘2017માં અમીષા એક ઈવેન્ટ માટે પાકબાદના એક ફાઈવ સ્ટાર હોલમાં આવવા માગતી હતી. તે ચાર ગીતો પર પરફોર્મ કરવાની હતી. કાર્યક્રમના દિવસે સમયસર ન પહોંચવાના કારણે કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. શો કેન્સલ થયા બાદ પણ એક્ટ્રેસે એડવાન્સ પૈસા પરત કર્યા નથી. આથી તેની સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આખરે મંગળવારે કોર્ટે અમીષા પટેલ વિરુદ્ધ વોરંટ ઈશ્યુ કર્યું છે. મુરાદાબાદમાં અમીષા પટેલ વિરુદ્ધ IPCની કલમ 120B, 406, 504 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

અમીષા પટેલ પર ભૂતકાળમાં પણ છેતરપિંડીનો આરોપ છે. અભિનેત્રી છેતરપિંડીના આરોપોને કારણે ચર્ચામાં હતી. આ પહેલા ભોપાલ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં અમીષા વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું. આ વોરંટના કારણે અમીષાની પરેશાનીઓ ઘણી વધી ગઈ હતી.

આ પણ વાંચો:સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર, કહ્યું- હંમેશા સંસદીય પરંપરાનું અપમાન કર્યું

આ પણ વાંચો: ઘોઘંબા તાલુકાનાં ચેકડેમમાં રેતીની થેલીઓ મૂકી કરાઈ રહ્યો છે ભ્રષ્ટાચાર : સરકાર કરે ભ્રષ્ટ્રાચાર નાબુદીની વાતો અને આ લોકો કરશે ભ્રષ્ટાચાર

આ પણ વાંચો: યોગીના મંત્રી દિનેશ ખટીકે રાજીનામું આપ્યું,દલિત હોવાને કારણે અધિકારીઓ મારી વાત સાંભળતા નથી!