Vadodra news : વડોદરામાં ગઈ કાલે વરસાદે ધુંઆધાર બેટિંગ કરી હતી. જેને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી. એટલું જ નહી મકાનો સાથે મંદિરો પણ જાણે જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો નજરે ચઢતા હતા. નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હતા.
વડોદરાના જલારામ નગર અને સહયોગ નગર જેવા વિસ્તારો માં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં 700 મકાનો પૈકી 100 થી વધુ મકાનો પાણીમાં ગરકાવ થી ગયા હતા. બીજીતરફ હજી પણ વિશ્વામિત્રીની જળ સપાટી સતત વધી રહી છે. સતત પાણીની સપાટીને કારણે લોકો ચિંતીત બન્યા છે. આથી સ્થાનિકોએ સ્વેચ્છાએ જ અન્ય સલામત જગ્યાઓએ સ્થળાંતર શરૂ કર્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં રેલવે માટે આ વર્ષે રૂ. 8,743 કરોડની ફાળવણી : અશ્વિની વૈષ્ણવ
આ પણ વાંચો: ઈસનપુરની પોલીસ ચોકીની બહાર જ પોલીસને ગાળો બોલીને બનાવી રીલ
આ પણ વાંચો: 25 જુલાઇના રોજ સાંજે ગુજરાત ભરમાં મંડલ સહ યુવા મોરચા દ્વારા મોટી સંખ્યામાં મસાલ રેલી યોજાશે