Surat News : સુરત મનપાના બે ઝોનમાં પાણી કાપ મુકાતા પાણી પુરવઠો બંધ રહેશે. શહેરના અઠવા અને રાંદેર ઝોનમાં પાણી કાપ મુકવામાં આવ્યો છે. મેઈન્ટેનન્સને લઇ મંગળવાર અને બુધવારે પાણી કાપ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે સિવાય મંગળવારે સવારે 9 વાગ્યાથી 24 કલાક માટે પાણી કાપ રહેશે.
SMC દ્વારા રાંદેર વોટર વર્કસ ખાતે કામગીરી હાથ ધરવામાં આવશે. હાલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું મોડીફિકેશનનું કામ શરુ કરવામાં આવ્યું છે. હાલ 200 MLD + 50 MLD ક્ષમતાના વોટર પ્લાન્ટ કાર્યરત છે. HT પેનલના નવીનીકરણ અને ઈલેક્ટ્રિકલ કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે.
આ પણ વાંચો:રસ્તા વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ, 12 કલાકમાં 3 હત્યા,કેન્દ્રીય મંત્રી પાસે માંગવામાં આવી લાખોની ખંડણી
આ પણ વાંચો:ચોટીલાના મહંત પરિવારના યુવાનનું અપહરણ કરી 10 લાખની ખંડણી માંગી
આ પણ વાંચો:બિલ્ડર પાસે 16 લાખની ખંડણી માંગનારા સુરતના પિતા-પુત્ર ઝડપાયા