IND Vs NZ/ બે ભારતીય મૂળનાં ખેલાડીઓનાં કારણે ટીમ ઈન્ડિયાની યોજનાઓ પર ફેરવાયું પાણી

રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ અનુક્રમે ત્રણ અને ચાર વિકેટ લઈને ભારતની જીત લગભગ સુનિશ્ચિત કરી દીધી હતી, પરંતુ અંતે રવિન્દ્ર અને એજાઝે પિચ પર એવો પગ જમાવ્યો કે યજમાનોની યોજના ધૂળધાણી થઈ ગઈ.

Sports
રવિન્દ્ર અને એજાજ

કાનપુરમાં રમાયેલી ભારત-ન્યૂઝીલેન્ડની પ્રથમ ટેસ્ટ ખૂબ જ જબરદસ્ત મુકાબલાની સાથે અંતમાં રોમાંચક સાબિત થયો. દિવસની અંતિમ ક્ષણોમાં યજમાન ભારતને જીતવા માટે માત્ર એક વિકેટની જરૂર હતી, પરંતુ જોગાનુજોગ, ન્યૂઝીલેન્ડ માટે પ્રથમ વખત ટેસ્ટ મેચ રમી રહેલા ભારતીય મૂળનાં બે ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાનાં ઈરાદાઓ પર પાણી ફેરવી દીધુ. બન્નેએ તે કર્યું જેની કોઈને અપેક્ષા ન હોતી.

આ પણ વાંચો –  IND Vs NZ / ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો, છેલ્લી ઓવરોમાં ભારત 1 વિકેટ ન લઇ શક્યું

જીત માટે 284 રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે નવ વિકેટે 165 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ ઇનિંગમાં 345 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઇનિંગ સાત વિકેટે 234 રન પર ડિકલેર કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 296 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. પાંચમાં અને અંતિમ દિવસે પ્રથમ સેશનમાં જ્યાં કિવી બેટ્સમેનોનો દબદબો રહ્યો હતો ત્યાં બીજા સેશનમાં ભારતે ત્રણ વિકેટ સાથે કમબેક કર્યું હતું. રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ અનુક્રમે ત્રણ અને ચાર વિકેટ લઈને ભારતની જીત લગભગ સુનિશ્ચિત કરી દીધી હતી, પરંતુ અંતે રવિન્દ્ર અને એજાઝે પિચ પર એવો પગ જમાવ્યો કે યજમાનોની યોજના ધૂળધાણી થઈ ગઈ. જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડની નવમી વિકેટ 90મી ઓવરમાં 155 રન પર પડી હતી જ્યારે તે પછી આઠ ઓવર રમવાની બાકી હતી. ભારતીય કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ ખૂબ જ આક્રમક ફિલ્ડિંગ ગોઠવી દીધી હતી પરંતુ રવિન્દ્ર (18) 91 બોલ અને એજાઝે 23 બોલ રમીને મેચને ડ્રો તરફ ધકેલી દીધી હતી. ભારતીય મૂળનાં આ બન્ને કિવી ખેલાડીઓએ 52 બોલ બેટિંગ કરી હતી અને અંતિમ વિકેટ પડવા દીધી નહોતી. ભારતને અંતમાં માત્ર એક વિકેટની જરૂર હતી પરંતુ તે મેળવી શકી ન હોતી અને હાથમાં આવેલી બાજી નિકળી ગઇ હતી.

આ પણ વાંચો – IND Vs NZ / વિકેટ લેતાની સાથે જ રવિચંદ્રન અશ્વિન આ રેકોર્ડ પોતાના નામે કરી લેશે

આપને જણાવી દઇએ કે, રચિન રવિન્દ્ર અને એજાઝ પટેલ, આ બન્ને ન્યૂઝીલેન્ડનાં ખેલાડીઓ ભારતીય મૂળનાં છે અને તેમના પ્રથમ ભારતનાં પ્રવાસમાં, આ બન્ને ખેલાડીઓ રોમાંચક મેચમાં સ્ટાર બન્યા હતા. 22 વર્ષીય રચિનનાં માતા-પિતા ભારતનાં છે પરંતુ તેઓ વર્ષો પહેલા ન્યૂઝીલેન્ડ આવી ગયા હતા અને પુત્રનો જન્મ વેલિંગ્ટનમાં થયો હતો. રચિનનું નામ રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરને જોડીને રાખવામાં આવ્યું હતું. તે બેટિંગ ઓલરાઉન્ડર છે. વળી, એજાઝ પટેલનો જન્મ 1988માં મુંબઈમાં થયો હતો. તેમનો પરિવાર 1996માં ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયો હતો. તે ન્યૂઝીલેન્ડની ટીમ તરફથી રમનાર ભારતીય મૂળનો પાંચમો ખેલાડી બન્યો.